SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલા કોઈક વિરલ જીવને રેતીમાંના મોતીની જેમ ગોતી કાઢે છે. અને એને ચરિત્ર દ્વારા, રાસ દ્વારા, કે ઉપદેશ-ગ્રંથોના અવાંતર દ્રષ્ટાંતો આદિ દ્વારા જગતની સમક્ષ રજૂ કરે છે. આવી કેટલીક પ્રેરક કથાઓ રેતીમાં મોતી' પુસ્તકમાં રજૂ કરાઈ છે.* આ પુસ્તકમાં “પુત્ર હજો તો આવા”, “મહાન મૈત્રી’, ‘અવજ્ઞાનો અંજામ', કરમ ન છૂટે રે પ્રાણિયા' આદિ અઢાર કથાઓ રજૂ કરાઇ છે. જીવદયાના જ્યોતિર્ધર” કથામાં જીવરક્ષા કાજે કંટકેશ્વરી દેવીની સામે જાનની બાજી ખેલનાર કુમારપાળની કથા લેખકે સુંદર રીતે રજુ કરી છે. સુતર સાંકળ'માં શ્રીમતીના મુનિ પ્રત્યેના ભાવ અદભુત રીતે વર્ણવ્યા છે. એ મુનિવર એટલે આદ્રકુમાર. આર્દ્રકુમાર મનને મજબૂત કરી કર્મોને કેવી રીતે ખપાવે છે એનું સુંદર વર્ણન કર્યું છે. ખરેખર આ શીર્ષક યથાર્થ છે. આમ, કથાને નવા સ્વરૂપમાં રજૂ કરવાની લેખકની સર્જન શક્તિ ખૂબ અનુમોદનીય છે. આ ઉપરાંત મુનિશ્રી એ “માયાના મૃગજળ' પુસ્તક લખી જેમાં સાધ્વી તરંગવતીની સત્યકથાનું રસપૂર્ણ વર્ણન કર્યું છે. પ્રારંભમાં રાગદશાનું વર્ચસ્વ ધરાવતી આ કથા આગળ જતાં રાગ-વિરાગના કંઠમાં પરિણમે છે. અંતે રાગ પર વિરાગના વિજયમાં પરિપૂર્ણ થાય છે. આ કથાને વિશેષ આકર્ષક બનાવવા તેમાં કલ્પનાઓ, સંસ્કૃત શ્લોકો, કાવ્યપંક્તિઓ આદિનો તેમજ ઇલાચીકુમારના નાટકનો આમાં સમુચિત રીતે ઉપયોગ કર્યો છે. આ કથાનો રચના કાળ વિ.સં.ર૦પર છે. આ ઉપરાંત રાજરત્નસૂરિએ “જીવનનું ઝવેરાત' પુસ્તક લખ્યું, જેમાં ર૯ કથાઓ છે. “પગલું પડે તો પંથ ખૂલે” જેમાં શુકરાજની અદ્ભુત કથાને રસ-પ્રચૂર શૈલીમાં રજૂ કરી છે. ‘નમામિ વીરમ્”માં પ્રભુ મહાવીરના પૂર્વજન્મ-વર્તમાનજન્મ, સાધના કાળ તેમજ પ્રભુવીરના પાંચ જીવન પ્રસંગોની કથા આલેખી છે. પર્યુષણાની પાવન પ્રેરણા” માં ક્ષમાધર્મને બિરદાવતા બે કથા લેખોનો સંગ્રહ મુનિ શ્રી અપરાજિતવિજય મ.સા. મુનિશ્રી અપરાજિત વિજય મ.સા. આચાર્ય હેમચંદ્રસૂરિના શિષ્ય છે. તેમણે 540
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy