SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુભાઇ જશભાઇ પટેલ કહે છે કે, જૈન ધર્મના પાયાનાં તત્ત્વો કેવી રીતે પચી શકે તે સુંદર દષ્ટાંત દ્વારા રજૂ કરેલ છે. અનેક લોકોને મૂંઝવણમાં માર્ગદર્શન આપે એવી ટૂંકી વાર્તાઓ છે. આ સર્જન માટે હાર્દિક અભિનંદન. ડૉ.અમૃત ઉપાધ્યાય કહે છે કે, “વાત્સલ્યદીપના અવિરત અખંડ સાહિત્ય સાધનારાં ત્રણ નવતર પુષ્પો (૧) મેઘધનુષની માયા (ર)કલ્પતરૂ (૩)અંતર જ્યોતિ ઝળહળે પ્રાપ્ત કરી પ્રસન્નતા અનુભવી. પેરીસ યુનિવર્સિટીના વિદુષી પ્રો.સુ.શ્રી નલિની બલવીરની માર્મિક પ્રસ્તાવનાથી સુશોભિત આ ત્રણેય પુસ્તકોની હૃદયસ્પર્શી કથાઓ તેમની સર્જક પ્રતિભાના અનોખા ઉન્મેષને ઝીલનારી બની રહે છે, આથી વાત્સલ્યદીપજી સહૃદયોના અભિનંદન અધિકારી છે.’’ યશવંત શુકલ કહે છે કે, “કોઇ ડાળી, કોઇ ફૂલ”ની પ્રાપ્તિ થઇ, કથાનકો વાંચી. ભાષા, વર્ણનની દ્રુતતા અને મૂલ્યબોધ બધું અત્યંત આનંદદાયક છે. અનેક સ્થાનોએ ગદ્ય પણ કાવ્યકોટિએ પહોંચે છે. જૈન સાહિત્યઃ એક છબી’’ અને ‘જૈન ધર્મ’’ મળ્યા. વાંચવાનો સારો અવસર મળી ગયો. જૈન સાહિત્યની સર્વાંગી છબી નાનકડી પુસ્તિકામાંથી મળી પણ જૈન ધર્મ પુસ્તકમાંથી પ્રત્યેક અંગનું રહસ્ય પણ ભણવા મળ્યું. આ બંને કૃતિઓ મળવાથી ઘણો લાભ થયો છે. ડૉ. ભરત ગરીવાલા કહે છે કે, “મુનિ શ્રી વાત્સલ્યદીપે માટીમાંથી મહામાનવ બનેલા મહાન જૈનાચાર્ય, શ્રીમદ બુધ્ધિસાગરસૂરીશ્વરજીના સાહિત્ય સર્જનમાંથી ચૂંટેલાં વિચાર રત્નોનો સમુચ આતમવાણીના નામે લખ્યો છે.'' સમાજને મુનિશ્રીએ મોટું ભાથું પુરૂં પાડ્યું છે. પૂજ્યશ્રી વાત્સલ્યદીપનાં કથાસાહિત્યને લગતા પુસ્તકોઃ (૧) મહાસતી અંજના નવલકથા (૨) મહાન મંદીર (૩) મહાન માનવી (૪) મહાસતી પદ્માવતી (૫) ઝાકળ બન્યુ મોતી (૬) ઓસ બન્યા મોતી (૭) રણ થી ઝરણ (૮) મેઘ ધનુષ્યની માયા (૯) એક ખોબો ઝાકળ (૧૦) કલ્પતરૂ લઘુ નવલકથા લઘુ નવલકથા વાર્તા વાર્તા વાર્તા વાર્તા વાર્તા વાર્તા 537 ૨૦૦૫ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૭૭ ૧૯૭૭ ૧૯૮૦ ૧૯૯૧ ૧૯૯૧ ૧૯૯૧
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy