SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યના રચના કાળ વિશે કહી શકાય કે, લગભગ સત્તાવીશો વર્ષનો ગાળો છે. અને તે વિકાસ પામતું રહ્યું છે. તેના ભેદ-પ્રભેદો પણ વર્ણવાયા છે. દા.ત.સ્થાનાગસૂત્રના આધારે (૧)અર્થકથા (૨)ધર્મકથા (૩)કામકથા. આવા સાહિત્યનું વધુને વધુ શ્રવણ વાંચન થાય. એ પ્રત્યે રસ રુચિ કેળવાય અને એમાંથી મળતા બોધને આપણે હૃદયથી ગ્રહણ કરીએ. કથાના વિષયોઃ કથાના વિષયોમાં તીર્થકર ચરિત્રો જેમાં ર૪ તીર્થકરના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું છે. તેમનું ઐતિહાસિક મહત્વ દર્શાવ્યું છે. ચક્રવર્તીના જીવન ચરિત્રોમાં ભારત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિષણ, જય, બ્રહ્મદત્ત ચક્રવર્તીના વર્ણન છે. નવ વાસુદેવમાં ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભુ, પુરૂષોત્તમ, પુરુષસિંહ, પુરુષપુંડરિક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણના જીવન ચરિત્રો વર્ણવ્યાં છે. નવ બળદેવમાં અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પા, રામના જીવન ચરિત્રો આલેખ્યા છે. નવ પ્રતિવાસુદેવમાં અશ્વગ્રીવ, તારક, મોરાક, મધુકૈટભ, નિશુંભ, બલિ, પ્રફ્લાદ, રાવણ, જરાસંઘના જીવન પ્રસંગો અલંકૃત કર્યા છે. દરેક પરમાત્માના કાળમાં થયેલ ગણધર જેમ કે પ્રભુ મહાવીરના સમયે થયેલ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરેના જીવનપ્રસંગો વર્ણવ્યા છે. દરેક પરમાત્માના સમયે થયેલ શ્રમણ, શ્રમણી, શ્રાવકો, શ્રાવિકા, શ્રેષ્ઠી, રાજા, મંત્રીના કથાનકો વર્ણવ્યા છે. એમનાથ ભગવાનના સમયે થયેલ ગજસુકુમાલ મુનિ, પરમાત્મા મહાવીરના સમયે થયેલ શ્રમણીમાં પ્રથમ ચંદનબાળા, શ્રાવકોમાં આનંદ શ્રાવક આદિ, શ્રાવિકામાં સુલસા આદિ, શ્રેષ્ઠીમાં શાલીભદ્ર, રાજામાં શ્રેણિક, મંત્રીમાં અભયકુમાર આદિના કથાનકો વર્ણવ્યા છે. આ ઉપરાંત દાન આધારિત કથાઓમાં શાંતિનાથ ભગવાનનો જીવ મેઘરથ રાજાના ભવમાં જે જીવદયા પાળે છે તેની કથા, શીલ આધારિત કથાઓમાં સુલસા, ચંદનબાળા, સુભદ્રા, સીતા, દ્રૌપદી આદિના કથાનકોનો સમાવેશ થાય છે. તપ આધારિત કથાનકોમાં ધન્નાશાલીભદ્ર આદિના પ્રસંગો વર્ણવાયા છે. ક્રોધ આધારિત કથાનકમાં ચંડકૌશિકનું કથાનક, માન આધારિત કથાનકોમાં બાહુબલિનું કથાનક, માયા આધારિત કથાઓમાં લક્ષ્મણા સાધ્વી આદિના કથાનકો, લોભ આધારિત કથાનકોમાં મમ્મણ શેઠ આદિના કથાનકો આલેખ્યા છે. તથા પંચેન્દ્રિય વિષયને રજૂ કરતી કથાઓ, ૮ મદ ઉપર કથાઓ વર્ણવી છે. જેમાં, જાતિમદ ઉપર હરિકેશીના 32
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy