SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવાની એવી ખૂબી હતી કે જેથી લાખો ઉપરાંત વર્ષો પછી પણ કથાકારની કથા શ્રવણથી જીવોમાં ભાતૃભાવ-ઉદારતા, સમર્પિત ભાવ આવે છે. ભાતૃસ્નેહ, નિઃસ્પૃહતા, ભક્તિભાવ, વિનય, નમ્રતા, સહનશીલતા, સદાચારિતા, આદિ ગુણો નાનામોટા સૌને સરખી રીતે આદરણીય બને છે. રામ, લક્ષ્મણ, હનુમાન, સીતા વગેરેમાંથી એવા આદર્શો મળે છે કે દરેકને પોતાનું જીવન ઉચ્ચ બનાવી પરમાત્મપદ પ્રાપ્ત કરાવી આપવામાં નવી નવી પ્રેરણા મળે છે. આમ, મુનિ શ્રી અકલકવિજયજી એ સ્વપરના ઉપકાર અર્થે જ ઉદ્યમ કરી પ્રામાણિક ગ્રંથોને બાળજીવોના ઉપકાર અર્થે પીરસ્યો છે. પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ: આર્યવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈન શાસનના યોગક્ષેમ કાજે શ્રી જૈન સંઘને સતત જાગૃત અને પ્રવૃત બનાવનાર પ્રખર અને પ્રસિધ્ધ પ્રવચનકાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી.* સોનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લખોટીએ રમતા બાલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતા સુખ-સાહ્યબીનો ત્યાગ કરી કઠીન એવા ત્યાગ માર્ગે સંચરશે એવી કલ્પના કોને હોય! કોઈ શુભ ઘડીએ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને ઇન્દ્રવદનનો જુગજુગ જૂનો વિરાગ જાગી ઉઠ્યો. ૧૧/૧૨ વર્ષની ઉમરે ઇન્દ્રવદને પિતાની સમક્ષ દીક્ષાની ભાવના દર્શાવી. પણ પિતાજી રજા આપવા તૈયાર ન થયા. થોડા સમયમાં તેમના પિતાનું અવસાન થયું હતું. કાકા જીવાભાઈની રજા મળવી પણ મુશ્કેલ હતી. ધીરે ધીરે જીવાભાઈને ખ્યાલ આવ્યો કે, ઈન્દ્રવદન સંસારમાં પડે તેમ નથી. એમણે ઇન્દ્રવદનને કહ્યું કે, તું મેટ્રિક પાસ થઈ જા પછી તને દીક્ષા માટે રજા આપું. ઇન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિક પાસ કરી. દીક્ષાનું મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના, વૈશાખસુદ-૬ના શુભ દિવસે મુંબઈ ભાયખલાના વિશાલ પ્રાંગણમાં અઢાર વર્ષની ઉંમરે તેમણે દીક્ષા અંગીકાર કરી. પૂજ્ય આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી. મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા. તેમની વાણીમાં તેમજ કલમમાં અદ્ભુત સામર્થ્ય હતું. 527
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy