SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પેથડની પ્રજોપકારિતા, સમકિત મોદકો, ભાગ્યની પરીક્ષા, સુવર્ણ-સિધ્ધિ પ્રયોગ છે. ચોથા તરંગમાં ૮૪ ચૈત્યોનું નિર્માણ અને જિર્ણોધ્ધાર, પેથડની નિરહંકારિતાનું વર્ણન છે, પાંચમા તરંગમાં પેથડકુમારનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર રાણી લીલાવતીનો જાપ, તેના પર ચડાવેલું આળ, રાણીનો આપઘાત પ્રયત્ન, રાજાનો પાશ્ચાતાપ અને રાણીનું ગૃહગમન. છઠ્ઠા તરંગમાં રાજ્યમાં સપ્તવ્યસન-નિવારણની ઉદ્ઘોષણા. સાતમા તરંગમાં પેથડ મંત્રીની પુસ્તકપૂજા, દેવપૂજા, પ્રતિક્રમણ પધ્ધતિ, સાધર્મિક ભક્તિનું, આઠમા તરંગમાં ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્ભુત શાસન પ્રભાવના, તેમની તીર્થયાત્રા આદિનું વર્ણન છે. ઉપદેશ ઃઐતિહાસિક કથાઓમાં આ ચરિત્રમાં વર્ણવવામાં આવેલ દેદાશા, પેથડશા અને ઝાંઝણશાની ત્રિપુટીએ જે ધર્મસંઘના કાર્યો કર્યા છે તે અદ્ભુત છે. શ્રી દેદાશાહ કે પેથડકુમારના જીવનનું ઉત્થાન શ્રી નાગાર્જુનથી, આ.શ્રી ધર્મઘોષસૂરિજીથી જ થયું છે તે આ ચરિત્રમાં આવે છે. વિમલશ્રી-જેઓ પેથડકુમારનાં માતા હતાં તેઓ રોજ સવારે દેરાસર પ્રભુનાં દર્શન કરી ગુરૂ મુખે પચ્ચખાણ લઇ ઘેર આવે ત્યાં સુધીમાં સવાશેર સોનાના સિક્કા આપતા હતા. તેથી એ નિત્યદાનથી સમૃધ્ધ થયેલા ઘણા આત્માઓ રાત્રે એ સોનામહોર આપવા આવતા પણ કોઇનું કશું સ્વીકારતાં નહિ ઔચિત્યના સંસ્કાર કેવા પ્રબળ હશે કે માંડવગઢમાં પ્રવેશ કરતી વખતે કાળો નાગ અને કાળી ચકલી જોઇને પગ માંડતા ખચકાયાં તો એક રાજસ્થાનવાસી ભાઇએ કહ્યું કે તુર્ત પ્રવેશ કરો, રાજા તો નહિ હવે મંત્રી બનશો. આવું શુભ કહેનારને કંઇ આપવુ જોઇએ માટે ઉપરણાના ગજવામાં ખાંખાખોળા કરીને એક સોપારી આપે છે. આપવા માટે મનુષ્યનો અવતાર છે એવી ઘણી વાતો બોધદાયક આ ચરિત્રમાં છે. આમ આ વાતો વાગોળવાથી આપણા જીવનમાં તે ગુણ દાખલ થાય છે. પ. પૂ. આ. શીલચંદ્રસૂરિ શાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ અને શાસન કાર્યોમાં અગ્રસેર પ.પૂ. આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિનું જીવન ચરિત્ર. ૧૬ વર્તમાન તપાગચ્છ શ્રી સંઘમાં પૂજ્ય આચાર્ય ભગવંતાદિ શ્રમણ ભગવંતોમાં 518
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy