SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ‘સધ્ધા પરમ દુલ્લહા' સૂત્ર દ્વારા પરમ દુર્લભ શ્રધ્ધાની પ્રાપ્તિની વાત કરે છે. તો પ્રતિપક્ષની વિચારણાના અનેકાંત વિચારણાનો પડઘો સંભળાય છે. આ એવી પાઠશાળા છે કે જેમાં વાચક ઘૂંટડે ઘૂંટડે આંતરપ્રસન્નતા પામે છે. આ ઊર્ધ્વજીવનની વિચારશાળા છે અને અધ્યાત્મ જીવનની પાઠશાળા છે. વર્તમાન આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ રચિત પાઠશાળા ગ્રંથ-૨ વિષે પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરીશ્વરજીના શિષ્ય વિજયહેમચંદ્રસૂરિ કહે છે કે, પાઠશાળાએ પોતાની વૈવિધ્ય સભર અને અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ નિર્વિવાદ છે. આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજીની મર્યાવગાહિની સૂક્ષ્મ પ્રતિભાના કારણે પાઠશાળામાં આવતા લેખોમાંથી બધાને નવી પ્રેરણા, નવી ચેતના અને નવી દષ્ટિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પાઠશાળાનો અંક હાથમાં આવ્યા પછી તે વાંચ્યા સિવાય હાથમાંથી મૂકવાનું મન થતું નથી. તેમાં આવતા અલગ-અલગ વિભાગો જેવા કે: પહેલું પાનું, સુભાષિત, જિજ્ઞાસા, પત્ર તથા કથા પ્રસંગો સૌ કોઇને માટે આકર્ષણ રૂપ બને તેવાં છે. આત્માર્થી જીવોને આ ગ્રંથમાંથી ઘણી ઘણી પ્રેરણા મળે તેમ છે. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે આત્મા નિમિત્તવાસી છે. મેઘકુમાર જેવા કેટલાય આત્માઓ નિમિત્તના યોગે પતનની ખીણમાંથી ઊગરી સાધનાના સર્વોચ્ય શિખરે આરૂઢ થઇ ગયા છે. મેઘકુમારની આ વાત પણ સુંદર વિશ્લેષણ પૂર્વક અહીં રજુ કરવામાં આવી છે. જુની વાતોની સાથે સાથે પ્રેરણાદાયી નવી નવી વાતો પણ સ્વ/પર સમુદાયના ભેદને વચમાં લાવ્યા સિવાય આ પાનાંઓ પર રજુ કરવામાં આવી છે. જેમકે, આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરિજીની વાત. ખાણમાંથી કાઢવામાં આવેલ હીરાને જેમ સાફ કરી, પહેલ પાડી, પોલીશ કરી મૂલ્યવાન બનાવી એને બજારમાં મૂકવામાં આવે છે. તેવી જ રીતે આપણા આ વિચક્ષણ આચાર્યશ્રી પણ સાહિત્યના અગાધ સાગરમાં ડુબકી મારી એમાંથી અનેક રત્ન જેવી વાતોને શોધીને બહાર કાઢી એને સારી રીતે મઠારીને સામાન્યજન માટે સરળ બનાવી અત્યંત મુશ્કેલ ગણાય તેવું કાર્ય કરી રહ્યા છે. ગહન ચિન્તન, ઊંડું અવગાહન અને સુસ્પષ્ટ તથા સરળ લેખન શૈલીના સુભગ સંયોગ વિના આવું 514
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy