SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘરાળા મુખ ઉપર થઇને વીંખાયેલા વાળ સુધી એમની દ્રષ્ટિ ફરી વળી. તેમને બા.મ.સા.એ કહ્યું, હવે મારી પાસે આ કપડામાં આવતો નિહ. એ વખતે પ્રવીણની ઉમર ૧૨ વર્ષની હતી. સાતમાની પરીક્ષા આપેલી. (સાલ વિ.સ.૨૦૧૬) અમદાવાદ શહેર ને વૈશાખ મહિનો હતો. એ જ વર્ષના જેઠ મહિનામાં સુરત મુકામે પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરૂવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજ અને પૂ.મુનિ મહારાજ શ્રી હેમચન્દ્રવિજયજી મ.સા.ના સાનિધ્યમાં નેમુભાઇની વાડીના ઉપાશ્રયે શ્રી અનંતનાથ ભગવાનની છત્રછાયામાં તેઓનું રહેવાનું થયું. ત્યાં રહેવાથી પેલી રખડું બાળકની સિકલમાં બદલાવ આવવા લાગ્યો. શ્રી ભક્તામર સ્તોત્રની ચાર-ચાર ગાથાઓ રોજ કરતા. બે સામાયિક પ્રતિક્રમણ આદિ કરવા લાગ્યા. આમ, પ્રગતિ થતાં પર્યુષણ આવતા ૬૪ પહોરી પૌષધ કર્યા. ચોમાસુ પૂર્ણ થતાં માગસર સુદ પાંચમ, વિ.સં.૨૦૧૭ના રોજ આચાર્ય મેરૂપ્રભસૂરીશ્વરજીના હાથે તેમની દીક્ષા થઇ. તેમના ગુરૂ આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી છે. બા.મ.સા.નો પત્ર આવ્યો ઉત્સાહથી સિંહની પેઠે દીક્ષા લે છે, તેવી જ રીતે પાળે છે. દીક્ષા બાદ સંસ્કૃત વ્યાકરણ, હિતોપદેશ, રઘુવંશ, તર્કસંગ્રહ, મુક્તાવલિ આદિ મૈથિલ પંડિત બંસીધર ઝા પાસે શીખ્યા. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, ઉત્તરાધ્યનસૂત્ર આદિ વિષયો તેમના ગુરૂમહારાજ પાસે શીખ્યા. આ ઉપરાંત તેમને સાહિત્ય ક્ષેત્રમાં સારૂં ખેડાણ કર્યું. તેઓશ્રી જ્ઞાનભંડારની પણ કાળજી લેતા. તેમની આચાર્ય પદવી વિ.સં.૨૦૫૨, માગસર સુદ-૬ના દિવસે થઇ હતી." આચાર્ય પ્રદ્યુમ્નસૂરિનો અલ્પાક્ષરી પરિચય આપતા સુનંદાબેન વહોરા કહે છે કે, “તેઓ શ્રી શાસ્ત્રજ્ઞ, ચારિત્રશીલ છે. તેઓ શ્રી જૈન દર્શનના ઐતિહાસિક, અર્વાચીન પ્રાચીન પ્રસંગો અને પાત્રોના સંશોધક છે. શાસ્ત્રોના કોઇ અદશ્ય ખૂણામાંથી અજબગજબનાં રહસ્ય શોધીને ફરતી પાઠશાળામાં મૂકે ત્યારે ઘણીવાર ભણેલું પ્રગટ થતું લાગે. તેઓશ્રીના પ્રવચનમાં પણ આ શૈલી રહી છે. કોઇ કવિઓના ગીત દ્વારા કે કુદરતના સંકેતથી પાઠશાળામાં તે વાચા આપે છે ત્યારે આનંદ થાય છે. પાઠશાળા તે મુખપત્ર છે.’’' પાઠશાળા ગ્રંથ-૧ ના અનુસંધાનમાં આર્ચાય શ્રી હેમચંદ્રસૂરિ કહે છે કે, “આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ એમની સંયમ સાધનામાં કાળજીપૂર્વક પ્રવૃત રહેવા સાથે, પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, વનસ્પતિ, ઔષધ આરોગ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયો પરત્વે અભ્યાસપૂર્ણ રસ રૂચિ ધરાવે છે. એમની 507
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy