SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એને એક કથા સાંભળવા કહ્યું. સ્ત્રીને કથામાં રસ પડ્યો. રાત વીતી ગઈ. સ્ત્રીએ એની ભોગેચ્છા કાલ ઉપર મુલતવી. પેલા પોપટે પ્રત્યેક રાત્રીએ એકકી કથા કહીને ૭૦ રાતો સુધી એને રોકી રાખી. પતિ પાછો આવ્યો. એની પત્ની શીલભ્રષ્ટ થતી બચી ગઈ. શૈવધર્મી કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યે જૈન ધર્મની અવગત કરાવવા ૫૪ કથાઓ કહી. એ કથા શ્રવણ દ્વારા કુમારપાળ રાજા જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રતિબોધિત થયા. પહેલા દષ્ટાંતમાં જોઈ શકાશે કે સીધી સિધ્ધાંતચર્યા કે સીધા ધર્મોપદેશ જે ના કરી શકયાં તે કથાએ કરી બતાવ્યું. બીજા દૃષ્ટાંતમાં કથાશ્રવણ આગળ પેલી સ્ત્રીનું જારકર્મનું પ્રયોજન ગૌણ બની ગયું. કથારસે એને શીલભ્રષ્ટમાંથી ઉગારી લીધી. ત્રીજામાં કુમારપાળ રાજાને અહિંસા, દાન, દેવપૂજા, ચારિત્રવ્રતની કથાઓએ પલટાવી દીધા. આમ, જૈન કથા સાહિત્યનું મુખ્ય પ્રયોજન ધર્મોપદેશનું રહ્યું છે. આ કથા સાહિત્ય ભાવકના કથારસને પણ પોષે છે, સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હદયસ્થ કરવામાં સહાયક બને છે. પૂર્વભવોનાં કર્મોનો વિપાક અને તેના સારા-માઠાં ફળ દર્શાવવાના પ્રયોજનવાળી ભવભવાંતરની કથાઓની વિપુલતા જૈન કથાસાહિત્યમાં વિશેષ ધ્યાનાર્હ બની રહે છે. મનુષ્યભવની દુર્લભતા, શીલ-ચારિત્ર-તપ-સંયમ-વૈરાગ્યનો મહિમા, કામક્રોધાદિ કષાયોના માઠાં ફળ, પરીષહ, હળુકર્મી અને ભારે કર્મી જીવો વચ્ચેનો ભેદ, નિષ્કામતા, ગુરુ પ્રત્યેનો વિવેક-વિનય, સુપાત્ર દાનનો મહિમા, અભયદાન, જીવદયા, જયણા, દેવપૂજા, વૈયાવૃત્યાદિ તપ, નવપદની આરાધના-જેવાં પ્રયોજનવાળી ધર્મ અને વૈરાગ્ય પ્રેરક જીવન બોધક નાની મોટી કથાઓથી જેન કથા સાહિત્ય અત્યંત સમૃધ્ધ છે. આવા સાહિત્યનું વધુને વધુ શ્રવણ-વાચન થાય, એ પ્રત્યે રસરુચિ કેળવાય, અને એમાંથી ફલિત થતા મર્મ-બોધને આપણે હૃદયમાં ગ્રહણ કરીએ. એના ફલસ્વરૂપ આપણું જીવન શ્રેય પથગામી બની રહે. જૈન કથા સાહિત્યના લેખનના પ્રયોજન વિશે વિદ્વાન ડૉ.સાગરમલ જેન કહે છે કે, જૈન કથા સાહિત્યના લેખનના અનેક પ્રયોજન રહ્યા છે. (૧) મનુષ્યને મનોરંજન કરાવવાનું. 29
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy