SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૧)રાજાની અતિમાનકથા (૨)રાજાની નિર્માણકથા (૩)રાજાના બળવાહનની કથા (૪)રાજાના કોશ અને કોઠારની કથા. સ્ત્રીકથા વિકથા કહેવામાં આવે છે કારણ કે સ્ત્રીકથા કરનાર અને સાંભળનારને તે મોહ ઉત્પન્ન કરે છે. તેથી લોકોમાં નિંદા થાય છે. સૂત્ર અને અર્થ જ્ઞાનની હાનિ થાય છે. બ્રહ્મચર્યમાં દોષ લાગે છે અને સ્ત્રીકથા કરનાર સંયમમાંથી પડે છે, તથા કુલિંગી થાય છે તથા સાધુવેશમાં રહીને પણ અનાચારનું સેવન કરનાર થાય છે. ભક્તકથા યા આહારકથા કરવાથી સાધુને ગૃધ્ધિ થાય છે અને આસક્તિનો દોષ લાગે છે. લોકોમાં ચર્ચા થાય છે કે આ સાધુ અજિતેન્દ્રિય છે. આમ આહારમાં સાધુને અનેક દોષ લાગે દેશકથા કરવાથી વિશિષ્ટ દેશ પ્રત્યે રાગ યા બીજા દેશ માટે અરુચિ થાય છે. રાગદ્વેષથી કર્મબંધ થાય છે. રાજકથા પણ દોષનું કારણ છે. દીક્ષિત થયેલો હોય તો તેને પૂર્વના ભોગોવિલાસીનું સ્મરણ થાય છે માટે રાજકથા ત્યાજ્ય છે. લીલાવતી કથામાં કથાના પાત્રોની દષ્ટિએ કથાના ત્રણ ભેદ દર્શાવ્યા છે.(૧)દિવ્યકથા (ર)માનુષકથા (૩)દિવ્યમાનુષકથા. સમરાઇચકાહમાં આચાર્ય હરિભદ્રસૂરિ કથાના પ્રકારોનું વર્ણન કરતા કહે છે કે, કથાના ચાર પ્રકાર કહ્યા છે (૧)અર્થ કથા (૨)કામકથા (૩)ધર્મકથા (૪)સંકીર્ણકથા. જેમાં ત્રણ કથાઓ આગળ વર્ણન કર્યું તે પ્રમાણે છે અને ધર્મ, અર્થ, કામરૂપ ત્રણ વર્ગના સંબંધવાળી કાવ્ય-કથા-ગ્રંથના અર્થનો વિસ્તાર કરનારી, લૌકિક-વેદશાસ્ત્રમાં પ્રસિધ્ધ ઉદાહરણ, હેતુ અને કારણ-યુક્ત હોય તે સંકીર્ણ કથા કહેવાય. સમરાઇચકહામાં દિવ્યકથા, માનુષકથા અને દિવ્યમાનુષકથા એમ ત્રણ ભેદ દર્શાવ્યા છે. દિવ્યકથા:- દિવ્ય મનુષ્યોની ક્રિયા અને પ્રવૃતિઓથી કથા વસ્તુનો વિકાસ થાય છે. મનોરંજન, કૂતુહલ, શૃંગારરસ, નિબંધતા જેવા લક્ષણો દિવ્યકથામાં હોય છે. તેમાં સર્જકની વર્ણનકળા અને કથનશૈલી પ્રભાવોત્પાદક હોય છે. તેમાં સર્જકની સ્વાભાવિકતા-કથાની મૌલિકતાનું પ્રમાણ અલ્પ હોય છે. માનુષકથાઃ- આ કથામાં માનવ પાત્રોની પૂર્ણ માનવતાનું નિરૂપણ કરીને પાત્રો મૂર્તિમંત રીતે આલેખાયેલા હોય છે. 27
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy