SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, વસુદેવહિંડીની કથા પછીના સમયમાં વિકાસ પામે છે. તેમાં નવી દેષ્ટાન્ત-કથાઓ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષરૂપે ઉમેરાતી જાય છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કથાઓ એવી રીતે આવે છે કે જેમાં આઠ કથાઓ આઠ કન્યા તરફથી કહેવામાં આવે છે. તેના જવાબમાં આઠ કથાઓ જંબૂસ્વામી તરફથી કહેવામાં આવે છે. એ રીતે સોળ કથાઓ ઉમેરાયેલી આપણને જોવા મળે છે. સોળમાંથી કનકસેનાની દલીલના જવાબમાં જંબૂસ્વામી એ કહેલી ‘વાનરની કથા’, નાગશ્રીની દલીલના જવાબમાં એમણે કહેલી ‘લલિતાંગકુમારની કથા' વસુદેવહિંડીમાં આવી જાય છે. એટલે ચૌદ વધુ કથાઓ ઉમેરાય છે. આ ચૌદ કથાઓના મૂળ પૂર્વેની કંઇ કૃતિઓમાં રહેલાં છે એ સંશોધનનો રસિક પ્રશ્ન છે. આમ, અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રીયશોવિજયજી આપણા મહાન જયોતિર્ધર છે. તાર્કિક શિરોમણિ, સ્મારિત શ્રુતકેવલી, લઘુહરિભદ્ર, દ્વિતીય હેમચન્દ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમય વિચારક, ‘ŕ' બીજ મંત્ર પદના પ્રસ્થાપક, ‘કુર્ચાલી શારદ’ (પુરુષરૂપે અવતરેલ મૂછવાળી સરસ્વતી) બિરુદ પામેલા, મહાન સમન્વયકારક, પ્રખર નૈયાયિક, વાદીમદભંજક, શુધ્ધાચાર ક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર શ્રીયશોવિજયજીને આપણા કોટિશઃ વંદન હો !૧૪ ઉપસંહાર આ પ્રકરણમાં મધ્યકાલીન જૈન કથાઓની સવિસ્તર માહિતી આપવામાં આવી છે. આગમ અને આગમેતર કથાઓનો કાળ પૂર્ણ થયા પછી બારમી સદીથી ૧૮મી સદીના સમયમાં જૈન સાધુ કવિઓએ વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્યનું ખેડાણ કર્યું છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં ૧૨મી સદીમાં દેવભદ્રસૂરિએ કથારત્નકોશ રચ્યો. જે ધર્મકથાઓનો મહાન ગ્રંથ છે. ૧૨મી સદીમાં જિનેશ્વરસૂરિ કૃત કથાકોશ પ્રકરણ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ૧૨મી સદીમાં રચાયેલ પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર પણ અદ્ભુત કૃતિ છે. વિ.સં.૧૧૭૦માં રચાયેલ ભવભાવના પ્રકરણમાં બાર ભાવનાઓનું સુંદર વર્ણન મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિએ કર્યું છે. ૧૩મી સદીમાં હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર અદ્વિતીય, અજોડ 481
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy