SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) ઉપાધ્યાય યશોવિજયજી:- મહોપાધ્યાય શ્રીયશોવિજયજી વિક્રમના સતરમા શતકમાં ગુજરાતમાં થઈ ગયેલી એક મહાન ભારતીય વિભૂતિ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્ય પછી અત્યાર સુધીના સમયમાં તેમના જેવી મહાન વિભૂતિ જૈન શાસનમાં થઈ હોયતો માત્ર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી છે, એમ કહેવાય. એમના જન્મ-સમય વિશે સર્વ માન્ય નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદધનજી મહારાજ સમકાલીન હતા. અત્યાર સુધી સં.૧૭૪૩ના માગશર સુદ ૧૧ એમની કાળધર્મની તિથિ મનાતી અને કેટલાક જૈન પંચાગોમાં એ પ્રમાણે આપવામાં આવતી. ભાષાકીય દષ્ટિએ ઉ.યશોવિજયજી મ.સા.ની વિદ્વતા રજુ કરતા ડૉ.રમણલાલ ચી.શાહ કહે છે કે, “શ્રીયશોવિજયજીના પોતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી “જંબૂસ્વામી” રાસની પ્રતિ આપણને મળે છે. એ પરથી કવિના સમયમાં કેવી ભાષા બોલાતી હશે એનો સૌથી વધુ પ્રમાણ ભૂત ખ્યાલ આપણને મળે છે. આ રાસની રચના તેમણે સં.૧૭૩૯માં કરી છે એટલે તેઓ પ્રેમાનંદના સમકાલીન છે એમ કહી શકાય. શ્રીયશોવિજયજી મહારાજ વિદ્યાભ્યાસાર્થે કાશીમાં અને ત્યાર પછી આગ્રામાં રહ્યા હતા એટલે અને જૈન સાધુઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘણું ખરું વિહાર કરતા હોઈ. આ રાસમાં હિંદી અને મારવાડી ભાષાની છાંટ કોઈ કોઈ સ્થળે આવી છે. લાઘવ એ શ્રીયશોવિજયજીની ભાષાનું એક મહત્ત્વનું લક્ષણ છે. તેઓએ પોતાનું વક્તવ્ય મિત ભાષામાં કુશળ અને સચોટ રીતે રજુ કરે છે. એમની ભાષામાં ગૌરવ, માર્મિકતા, પ્રસાદ, માધુય જોઈ શકાય છે. શબ્દો પરનું એમનું પ્રભુત્વ આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલું સારું છે. એમની સર્જક પ્રતિભાની સાથે એમની વિદ્વત્ પ્રતિભાના દર્શન પણ આ રાસમાં આપણને ઘણી સારી રીતે થાય છે." યશોવિજયજી કૃત જંબુસ્વામી રાસ” વિશે ડૉ.રમણલાલ ચી.શાહ કહે છે કે, “જબૂસ્વામી રાસ' એ યશોવિજયજીની સમગ્ર ગુજરાતી કૃતિઓમાં કદની દૃષ્ટિએ મોટામાં મોટી કૃતિ છે. તેમણે આ રાસની રચના માટે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર”ના પરિશિષ્ટ પર્વમાં આપેલા જંબુસ્વામીના ચરિત્રનો મુખ્યત્વે આધાર લીધો છે. આમ, છતાં એકંદરે રાસનુ નિરૂપણ તેમણે પોતાની સ્વતંત્ર, મૌલિક શક્તિ અને દષ્ટિથી કર્યું છે. તેમ કરવામાં કેટલેક સ્થળે તેઓ માત્ર મૂળ કથા પદ્યમાં આપે છે અને કેટલેક સ્થળે પાત્રને બહલાવી નિરૂપણને ઊંચી કોટિ 479
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy