SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડમાં સાંચોરની પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમની માતાનું નામ લીલાદેવી હતું. એમના પિતાનું નામ રૂપસિંહ હતું. કવિના કવનકાળ તેમજ કાળધર્મના સમય વિશે જેવા નિશ્ચિત પ્રમાણો મળે છે તેવા તેમના જન્મસમય કે બાલ્યકાળ વિશે મળતાં નથી. પરંતુ અન્ય ઉલ્લેખો પરથી એ વિશે કંઈક અનુમાન કરી શકાય છે. સમયસુંદરનો સૌથી પહેલો ગ્રંથ તે “ભાવશતક’ વિક્રમ સંવત ૧૬૪૧માં આ ગ્રંથ રચાયો. તેમાં તેઓ “ગણિ સમયસુંદર' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી એમનો દીક્ષા સમય સં.૧૯૩૦ની આસપાસ લીધી હશે એવું અનુમાન કરી શકાય. તેમણે લખેલ ગ્રંથોના આધારે જ અનુમાન કરીએ તો તેમનો જન્મ સં.૧૯૧૦ની આસપાસ થયો હશે એમ માની શકાય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમશિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી એમનું સમયસુંદર” નામ રાખ્યું હતું. સમ્રાટ અકબરના નિમંત્રણને માન આપી જ્યારે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ સં.૧૬૪૮માં લાહોર ગયા ત્યારે બીજા સાધુઓમાં સમયસુંદર પણ હતા. તે સમયે સમયસુંદરે “રાનાનો તે સૌથ્યમ્' આઠ અક્ષરના આ વાકયના આઠ લાખ અર્થ કરી બતાવી પોતાની “અષ્ટલક્ષી” નામની કૃતિ વડે અકબર બાદશાહને પ્રસન્ન કર્યા હતા. સં.૧૬૪૯માં ફાગણ સુદ બીજે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહોરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું. વાચનાચાર્યની પદવી પછી વીસ કે એકવીસ વર્ષે સમયસુંદરને પાઠક કે ઉપાધ્યાયની પદવી મળી હતી. તેમણે સિંધ, પંજાબ, ઉતરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધર્મોપદેશ અર્થે વિચરણ કર્યું હતું. તેમાંય ખાસ કરીને તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં વિશેષ રહ્યા હતા. ગ્રંથોમાં મળતા ઉલ્લેખો પરથી માનવામાં આવે છે કે એમના લગભગ ૪ર શિષ્યો હતા. એમાં કેટલાક શિષ્યો અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. લગભગ ૮૦ વર્ષની ઉમર થતા વૃધ્ધાવસ્થાને લીધે તથા શારીરિક નબળાઇને લીધે હવે વધારે વિહાર કરવાનું ફાવે તેમ ન હતું. તેઓ તે સમયે ગુજરાતમાં વિહાર કરતા હતા. સં.૧૬૯૬થી તેઓ અમદાવાદમાં સ્થિર થઈ ગયા. સં.૧૭૦૦માં ‘દ્વૌપદી ચોપાઈ”ની રચના કરી. સં.૧૭૦૩ના ચૈત્ર સુદી તેરસને દિવસે, મહાવીર જન્મના દિવસે તે કાળધર્મ પામ્યા. કવિ સમયસુંદરની સાહિત્ય રચનાઓ વિશે ડૉ.રમણલાલ.ચી.શાહ જણાવે છે, “સમયસુંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું. તેમણે ગુજરાતીમાં ત્રીસેક 475
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy