SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ જુદી પડે છે. કવિ નયસુંદરે ૧૬૦૯માં કરેલી આ રાસની રચના માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય “નલાયન'નો આધાર લઈને કરી છે. જેને પરંપરામાં ‘નલાયન” મહાકાવ્ય એક વિલક્ષણ કૃતિ છે. કારણકે એમાં મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ થયો છે. આ રાસમાં નયસુંદરે સ્થળે સ્થળે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, ફારસી સુભાષિતો મૂક્યા છે અને એમાંના કેટલાકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ આપ્યો છે. કવિ પાસે ઉચ્ચ અનુવાદ શક્તિ છે તેમ ઉચ્ચ કવિત્વ શક્તિ પણ છે, જેની પ્રતીતિ આખો રાસ વાંચતાં વારંવાર થાય છે. આ રાસ કૃતિ લગભગ ૨૪૦૦ કડીમાં આ રાસ કૃતિ મધ્યકાલીન ઉત્તમ સાહિત્ય કૃતિઓની હરોળમાં સ્થાન પામે એવી રૂપચંદકુંવર રાસ - કવિ નયસુંદરે વિજાપુર નગરમાં છ ખંડમાં આ રાસની રચના કરી છે. એમાં રૂપચંદકુંવરનું સ્થાનક આલેખાયું છે. ઉજ્જયિની નગરીમાં રાજ કરતા રાજા વિક્રમના રાજ્યમાં ધનદત્ત શ્રેષ્ઠી અને એની ભાર્યા ધનસુંદરીને થયેલા ચાર પુત્રોમાં છેલ્લો પુત્ર રૂપચંદ. રૂપચંદ ભણી ગણી મોટો થાય છે એટલે રૂપસુંદરી નામની કન્યા સાથે એનાં લગ્ન થાય છે. ત્યાર પછી કનોજ નગરીના રાજા ગુણચંદની કુંવરી સૌભાગ્યકુંવરીને રૂપચંદ પ્રત્યે આકર્ષણ થાય છે. બંને ગાંધર્વ વિવાહથી જોડાય છે. એ વાતની વિક્રમરાજાને ખબર પડે છે. તે રૂપચંદ પાસેથી વાત કઢાવવાનો જુદી જુદી રીતે પ્રયાસ કરે છે. ખૂબ મારે છે. પરંતુ રૂપચંદ કશો જ ખુલાસો કે એકરાર કરતો નથી. છેવટે રાજા એને શૂળીએ ચડાવવાનો નિર્ણય કરે છે તો પણ રૂપચંદ મક્કમ રહે છે. તે સમયે પ્રધાન રાજાને વચન આપે છે અને રૂપચંદને મુક્ત કરાવે છે. રૂપચંદ પાસેથી બધી સમસ્યાના અર્થ જાણવા હોય તો વિક્રમ રાજાએ પોતાની પુત્રી મદનમંજરીને રૂપચંદ સાથે પરણાવી જોઈએ એવા પ્રધાનના સૂચનથી રાજાએ તે પ્રમાણે કર્યું. મદનમંજરી પોતાની કુશળતાથી અને પ્રેમથી રૂપચંદ પાસેથી બધી માહિતી મેળવી રાજાને કહે છે. રાજા એથી પ્રસન્ન થઇ સૌભાગ્યસુંદરી સાથે એનાં વિધિપૂર્વક લગ્ન કરાવે છે. આમ ત્રણ પત્નીઓ સાથે ભોગવિલાસ ભોગવતો રૂપચંદ સુખમાં દિવસોનું નિર્ગમન કરતો હતો. એવામાં ઉજ્જયિની નગરીમાં પધારેલા જેન આચાર્ય સિધ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉપર ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતો. સૂરિએ સંસારની અસારતા અને મનુષ્ય ભવની દુર્લભતા ઉપર ઉપદેશ આપ્યો. રૂપચંદનું આયુષ્ય છ મહિનાનું બાકી છે એમ જણાવ્યું. એ સાંભળી, વિચારો, માતાપિતા અને પત્નીઓએ અને પાંચેક 473
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy