SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ કવિત કરું મનભાવિ સારણ દેવ તણાં પરભાવિ, સિધ્ધિસૂરિ ગુરુપય નમીય સીલ શિરોમણિ ગુણ સંયુતા, નમિ અનોપમા શ્રી ઋષિદત્તા જલધિસુતા જગિ તે સમય. સહજસુંદરની બધીજ કૃતિઓ અદ્યાપિ અપ્રકાશિત છે એ બધી પ્રકાશિત થતાં કવિની પ્રતિભાનો સવિશેષ પરિચય થશે. (૮) લાવણ્યરત્ન - આ જ ગાળાના બીજા એક સમર્થ કવિ તે લાવણ્યરત્ન છે. તેઓ તપગચ્છના સાધુપંડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા. “વત્સરાજ દેવરાજ રાસ'માં કવિએ સુપ્રસિધ્ધ આચાર્ય સોમસુંદરસૂરિથી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ન આ ઉપરાંત “યશોધર ચરિત્ર”, “મસ્યોદર રાસ”, “કલાવતી રાસ’, ‘કમલાવતી રાસ”ની રચના કરી છે. (૯) સોમવિમલસૂરિ - સોમવિમલસૂરિ ઈ.સ.ના સોળમા સૈકાના પ્રતિભાશાળી આચાર્ય હતા. ઇ.સ.૧૫૧૮માં તેમણે તપગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ ઇ.સ.૧૫૮૧માં કાળધર્મ પામ્યા હતા સોમવિમલસૂરિએ “શ્રેણિકરાસ”, “ધમ્મિલરાસ”, “ચંપકશ્રેષ્ઠીરાસ”, “ક્ષુલ્લકકુમાર રાસ” તથા આ સિવાય પણ ઘણી કૃતિઓ રચી. શ્રેણિકરાસઃ- ઈ.સ.૧૫૪૭માં આ રાસની રચના સોમવિમલસૂરિએ કરી. આ રાસનું અપર નામ સમ્યકત્વસાર રાસ છે. સકલજિનેશ્વર, સરસ્વતી દેવી, ગૌતમસ્વામીને પ્રણામ કરીને કવિરાસની રચનાનો પ્રારંભ કરે છે. આ રાસમાં કવિએ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમગણધરના સમયમાં વિદ્યમાન ધર્મપ્રેમી રાજા શ્રેણિકના વૃતાન્તનું આલેખન કર્યું છે. રાજગૃહ નગરીના પ્રસેનજિત રાજાને પોતાના પુત્રોમાં શ્રેણિક સૌથી વધુ બુધ્ધિમાન હોવાથી વહાલો હતો. જેથી તેઓ પોતાની ગાદી શ્રેણિકને સોંપે છે. શ્રેણિક રાજ્ય કરે છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એના પુત્રોમાંથી અજાતશત્રુ કુણિક શ્રેણિકને કેદ કરી ગાદીએ બેસે છે. પરંતુ એકવાર કુણિક પોતાને મારી નાખવા આવે છે એમ સમજી પુત્રને હાથે મરવાં કરતાં શ્રેણિક આત્મઘાત કરે છે. શ્રેણિક રાજા ભગવાન મહાવીરના સમકાલીન હતા અને ભગવાનની ઘણી સભાઓમાં જઈ ઉપદેશ સાંભળતા અને ઘણીવાર પોતાને થતા પ્રશ્નો ભગવાનને પૂછી સમાધાન મેળવતા. ધમિલરાસ - ઈ.સ.૧૫૩૫ માં ખંભાતમાં ધમિલરાસ નામની રાસ કૃતિની રચના કરી છે. એમાં ધમિલ નામના શ્રેષ્ઠીપુત્રનું કથાનક છે. ધમિલ કુશાગ્રપુરના સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને તેની પત્ની સુભદ્રાનો પુત્ર હતો. એના લગ્ન યશોમતી નામની એક 471
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy