SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ખંડકથાઃ- તેમાં વિષયવસ્તુ એકાદ પ્રસંગનું હોય છે અને તેના દ્વારા જીવનનાં કોઇ એક પ્રસંગનો નિર્દેશ કરવામાં આવે છે. (૩) ઉલ્લાપકથાઃ-તેમાં સાહસપૂર્ણ પ્રસંગોનું નિરૂપણ મહત્ત્વનું લક્ષણ છે. તદુપરાંત ધર્મચર્ચાને સ્થાન આપવામાં આવ્યું છે. (૪) પરિહાસ કથાઃ-મનોરંજનયુક્ત, હાસ્ય ઉત્પન્ન કરવાવાળી વ્યંગાત્મક શૈલીવાળી હોય છે. (૫) સંકીર્ણ કથાઃ- તેમાં ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરુષાર્થનો સંદર્ભ રહેલો છે. કથા સાહિત્ય વિવિધ પ્રકારનું છે. તેના દ્વારા આનંદની સાથે ધર્મતત્ત્વનો બોધ થાય છે એટલે કથાનું માધ્યમ સર્વ સાધારણ જનતાને માટે ધર્મ તથા સાહિત્યના ક્ષેત્રમાં અનેરું આકર્ષણ જમાવવામાં સફળ નીવડ્યું છે.’’ જૈન રત્નચિંતામણિ ગ્રંથમાં ડૉ.પ્રહલાદ ગ.પટેલ જૈન કથાના પ્રકારો વર્ણવતા કહે છે કે, ‘સ્થાનાંગ સૂત્ર’માં કથાના ત્રણ પ્રકારો છે. (૧)અર્થકથા (૨)ધર્મકથા (૩)કામકથા. અર્થકથા કથા ધર્મકથા વિક્ષેપણી આક્ષેપણી (૧)આચાર (૧)સ્વ-પરસમય (૨)વ્યવહાર (૨)પર-સ્વસમય (૩)પ્રજ્ઞપ્તિ (૩)સમ્યક્ત્વ-મિથ્યાત્વ (૪)ષ્ટિવાદ (૪)મિથ્યાત્વ-સમ્યક્ત્વ કામકથા સંવેદની નિર્વેદની (૧)ઇહલોહ (૧)ઇહલોહ (૨)પરલોહ (૨)પરલોહ (૩)સ્વશરીર (૩)દેવાધિ (૪)પરશરીર (૪)તિર્યંચી “આગમ ગ્રંથોમાં ચાર પ્રકારના પુરુષાર્થનું નિરૂપણ કરવાવાળી ધર્મકથા ચાર પ્રકારની દર્શાવી છે.’ ,, ૧૩ 25 (૧) આક્ષેપણીકથાઃ- જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા થાય અને શ્રોતાઓના મનને પણ અનુકૂળ આસ્વાદની અનુભૂતિ થાય તે આક્ષેપણી કથા કહેવાય છે. જિનસેનાચાર્યના મતે પોતાના મતનું સ્થાપન કરવા આક્ષેપણી કથા છે.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy