SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) મૃગસુંદરી કથા - શ્રાવક ધર્મની દશવિધ ક્રિયાઓનું યત્નપૂર્વક પાલન કરવાના દૃષ્ટાન્તરૂપે મુગસુંદરીની કથા કહેવામાં આવી છે. તેના ઉપર અનેક કૃતિઓના સર્જક કનકકુશલગણિએ સં.૧૯૬૭માં એક રચના કરી છે. ગુજરાતીમાં આ કથા ઉપર રચનાઓ છે.' (૪) કનકાવતી ચરિત્ર:- આને રૂપસેન ચરિત્ર પણ કહે છે. તેમાં રૂપસેન રાજા અને રાણી કનકાવતીનું આખ્યાન વર્ણવાયું છે. સંસ્કૃતમાં જિનસૂરિ રચિત તથા અજ્ઞાત કર્તક (સં.૧૯૦૪) રચનાઓ મળે છે. ગુજરાતીમાં સાધ્વી હેમશ્રી એ રચેલું કનકાવતી આખ્યાન (સં.૧૬૪૪) મળે છે. (૫) સુભદ્રા ચરિતઃ- આમાં સાગરદને જૈન ધર્મ સ્વીકાર્યો એટલે સુભદ્રાના માતાપિતાએ તેનું લગ્ન સાગરદત્ત સાથે કરાવ્યું. અહીં સાસુ-વહુ અને જૈન-બૌધ્ધ ભિક્ષુઓના કલહનો આભાસ મળે છે. આમાં સુભદ્રાના શીલધર્મનું સરસ નિરૂપણ છે. આ કથાનક કથાકોષ પ્રકરણમાં (જિનેશ્વરસૂરિએ) પણ આવ્યું છે. અજ્ઞાતકર્તક પ્રસ્તુત રચના ૧૫૦૦ ગ્રંથાગ પ્રમાણ છે. અભયદેવની સં.૧૧૬૧માં રચાયેલી અપભ્રંશ કૃતિનો પણ ઉલ્લેખ મળે છે." આ સિવાય ચંપકમાલાકથા, કુંતલદેવી કથા, શીલસુંદરી શીલ પતાકા, અભયશ્રી કથા, જયસુંદરી કથા, જિનસુંદરી કથા ધવ્યસુંદરી કથા, નાગશ્રી કથા, પુણ્યવતી કથા, મધુમાલતી કથા, સૌભાગ્યસુંદરી કથા, હંસાવલી કથા આદિ વિવિધ કથાઓ મળે છે." આ ઉપરાંત અનેક સતીઓ પર રાસાઓ મળે છે જે નીચે મુજબ છે. લીલાવતી ચોપાઈ ક્રિસૂરિરિ ૧૫૯૬ લીલાવતી રાસ લાભવર્ધન પા. ૧૭૨૮ લીલાવતી રાસ માણિક્ય વિજય ૧૭૫૪ લીલાવતી રાસ રવિરત્ન ૧૭૮૮ લીલાવતી રાસ ધીરચંદ ૧૮૪૬ સમયધ્વજ અજ્ઞાત સીતા ચોપાઈ સીતા પ્રબંધ સીતા પ્રબંધ સીતા રાસ ૧૬૧૧ ૧૬૨૮ ૧૬૫૩ અજ્ઞાત અજ્ઞાત ૧૭૯૦ 459
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy