SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ કથાવસ્તુ - નર્મદા સુંદરીનું લગ્ન એક અજેન પરંતુ લગ્ન પહેલાં જૈન ધર્મ અંગીકાર કરનાર મહેશ્વરદત્ત વણિક સાથે થાય છે. મહેશ્વરદત્ત નર્મદા સુંદરીને સાથે લઈને ધન કમાવા માટે યવનદ્વીપ જાય છે. પરંતુ તેને નર્મદા સુંદરીના ચરિત્ર ઉપર શંકા જાય છે એટલે તેને કપટથી માર્ગમાં સૂતી છોડી ને જતો રહે છે. પછી અનેક કષ્ટો સહન કર્યા પછી નર્મદા સુંદરી પોતાના કાકા વીરદાસને મળી જાય છે. અને તેમની સાથે તે બબ્બર દેશ જાય છે. અહીંથી તેનો જીવનસંઘર્ષ ઉત્તરોત્તર વધતો જાય છે. બબ્બર દેશમાં હરિણી નામની વેશ્યાની દાસીઓ તેને ફોસલાવી ભગાડી જાય છે. વેશ્યા તેને પોતાના જેવું જીવન જીવવા ખૂબ દબાણ કરે છે, ધમકાવે છે પરંતુ નર્મદા સુંદરી પોતાના શીલવતમાં દઢ રહે છે. પછી તે બીજી કરિણી નામની વેશ્યાના ચક્કરમાં ફસાય છે. ત્યાંથી રાજા દ્વારા પકડીને બોલાવવામાં આવે છે, પરંતુ રસ્તામાં તેણે ગાંડી હોવાનો અભિનય કર્યો એટલે તે બચી શકી. પછી જિનદાસ શ્રાવકની મદદથી તે પાછી પોતાના કાકા વીરદાસ પાસે પહોંચી શકે છે. છેવટે સંસારથી વિરક્ત થઈ તે સુહસ્તસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. નર્મદાસુંદરીના ઉપર ઘણી કૃતિઓ, પ્રાકૃત, અપભ્રંશમાં લખાઈ છે. આ ઉપરાંત તેના ઉપર રાસાઓ પણ લખાયા છે. દેવેન્દ્રસૂરિએ ૨૫૦ ગાથા પ્રમાણ આ ચરિત્રની રચના કરી છે. મહેન્દ્રસૂરિ એ ૧૧૧૭ ગાથા પ્રમાણ આ ચરિત્રની રચના કરી છે. કેટલાક અજ્ઞાત કવિઓએ નર્મદાસુંદરી કથાનક વર્ણવ્યું છે. ચંદનબાળા રાસ અજ્ઞાત ૧૪૩૭ ચંદનબાળા ચરિત્ર હર્ષમૂર્તિગણિ ૧૫૬૬ ચંદનબાળા ચોપાઈ રૂડા ૫. ૧૬૭૦ ચંદનબાળા ચોપાઈ ગુણસાગર ૧૭૨૪ ચંદનબાળા ચોપાઈ રત્નચંદ નર્મદાસુંદરી રાસ રાજરત્ન ઉપાધ્યાય ૧૬૯૫ નર્મદા સુંદરી રાસ હસ્તિસાગર ૧૭૮૩ નર્મદાસુંદરી રાસ કનક રત્ન ૧૭૯૪ નર્મદાસુંદરી રાસ અમીવિજય નર્મદાસુંદરી રાસ સામદાસ ૧૮૧૮ નર્મદાસુંદરી રાસ મોહનવિજય ૧૮૩૧ નર્મદાસુંદરી રાસ અજ્ઞાત ૧૮૮૦ નર્મદાસુંદરી રાસ વજલાલ વેણીદાસ ૧૯૨૯ સુભદ્રા રાસ માન સાગર ૧૮૫૨ ૧૭૫૯ 451
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy