SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. ધન્યવિલાસ ધર્મસિંહસૂરિ ૧૭. ધન્ય ચરિત્ર ઉદ્યોતસાગર ૧૮. ધન્નાશાલિભદ્ર રાસ સાધુહંસ ૧૯. ધન્નાશાલિભદ્ર રાસ રતનશી ૨૦. ધન્નાશાલિભદ્ર રાસ ગાંધીપૂજા ૨૧. ધન્નાશાલિભદ્ર રાસ રૂપવિજય રર. ધન્નાશાલિભદ્ર રાસ તેજવિજય ગણિ માનતુંગ-માનવતી રાસ કથા વસ્તુ સં.૧૬૮૫ લગભગ સં.૧૭૪૨ ૧૪૫૫ ૧૬૭૩ ૧૮૭૦ ૧૮૮૦ ૧૯૨૭ માનતુંગ-માનવતી ચરિત:- આ લોકકથાને મૃષાવાદ પરિવાર સાથે જોડવામાં આવી છે. આ કૃતિ મૂળમાં પંડિત મોહનવિજય દ્વારા સં.૧૭૬૦માં વિરચિત માનતુંગમાનવતી રાસના આધારે રચાયેલી સંસ્કૃત રચના છે. આ કૃતિ નાના નાના આઠ સર્ગોમાં વિભક્ત છે. કથાવસ્તુ એટલી મનોહર છે કે આધુનિક ચિત્રપટ ઉપર પણ સરસ રીતે તેનો અભિનય રજૂ કરી શકાય. કથાવસ્તુ - અવન્તીના એક શેઠની પુત્રી માનવતી પોતાની સખીઓ સમક્ષ વિનોદવશ પોતાના અભિમાની સ્વભાવનું વર્ણન કરે છે અને કહે છે કે પોતાના પતિને બધી રીતે વશમાં રાખશે. આ વાત અવન્તીનો રાજા માનતુંગ સાંભળી જાય છે. તેના ગર્વને ઉતારવા માનતુંગ તેની સાથે લગ્ન કરે છે અને પ્રથમ મિલન વખતે જ તેને દંડ દેવા માટે એક અલગ મહેલમાં બંધ કરી તેને રાખે છે અને પોતાની ગોંક્તિને સિધ્ધ કરવા માનવતીને તે કહે છે. માનવતી છાની માની પોતાના પિતાને કહી એક સુરંગ બનાવી યોગિનીના વેશે તેમાંથી બહાર નીકળી જાય છે. માનવતી યોગિનીનાં વેશમાં રાજા માનતુંગ ઉપર જાદૂ જેવું કરે છે. એક પ્રસંગે તે રાજા પાસે પોતાના પગ ધોવડાવે છે અને ચરણોદક પીવડાવે છે. તે યોગિની અપ્સરાનું રૂપ ધારણ કરી રાજા પાસે પોતાના ગર્વની બીજી શરતો પૂરી કરાવે છે. એક વખત રાજાના અન્ય લગ્નના પ્રસંગમાં માનવતી તેને છેતરી ગર્ભ ધારણ કરે છે અને ચિહ્ન તરીકે વીંટી, મોતીનો હાર વગેરે લઈ લે છે અને પોતાના એકાન્ત મહેલમાં આવી રહે છે. જ્યારે રાજાને ગર્ભ રહ્યો હોવાની જાણ થાય છે ત્યારે બીજી રાણીઓ ખૂબ ખિન્ન થાય છે. પછી રાજાને સમાચાર મળે છે કે તેને પુત્ર થયો છે. રાજા તેને દંડ દેવા જાય છે. પણ પછી બધો ભેદ ખૂલી જાય છે એટલે રાજા લજ્જિત થાય છે અને પોતાની પત્નીને અને પુત્રને મોટો ઉત્સવ કરી ઘરે લઈ આવે છે. આ લોકકથાને ધાર્મિક કથાના રૂપમાં આ રીતે પરિવર્તિત કરી દીધી છે. માનવતીએ પૂર્વ ભવમાં જૂઠ બોલવાનું છોડી દીધું હતું એટલે આ જન્મમાં તેના ફળરૂપે 443
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy