SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઓના સંકલન કરીને અનેક સ્વતંત્ર રચનાઓ પણ જૈન ધર્મના મુનિઓએ કરી છે. જેમ કે હરિષણનો ‘બ્રહદ્ કથાકોશ” જિનેશ્વરસૂરિનો “કથા-કોષ પ્રકરણ', દેવભદ્રસૂરિનો “કથાર–કોષ', નેમિચંદ્રસૂરિનો “આખ્યાન-મણિકોશ” વગેરે. આ સિવાય પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધકોશ, પ્રબંધચિંતામણિ વગેરે અર્ધ ઐતિહાસિક કથાઓના સંગ્રહરૂપ છે. આ ઉપરાંત તીર્થોની ઉત્પતિ કથાઓ અને પર્વકથાઓ પણ લખાતી હતી. પર્વ કથાઓમાં મહેશ્વરસૂરિની “નાણપંચમી કહા” તથા જિનપ્રભના વિવિધ તીર્થકલ્પ પ્રસિધ્ધ છે. લગભગ દસમી સદીમાં સારાવલી પ્રકીર્ણકમાં શંત્રુજય તીર્થની કથા વર્ણિત છે. ત્રીજો કાળ પૂર્વ મધ્યકાલ. જેમાં કથાઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં લખાઈ. આજ કથાઓ ઉત્તર મધ્યકાલ અર્થાત ઇશુની ૧૬મી સદીથી ૧૮મી સદી સુધીમાં મારુગુર્જરની કથા લેખનના માધ્યમ બની છે. અધિકાંશ તીર્થ મહાભ્ય વિષયક કથાઓ, વ્રત, પર્વ અને પૂજા વિષયક કથાઓ આજ કાળખંડમાં લખાઈ છે. આ કથાઓમાં ચમત્કારોની ચર્ચા અધિક છે. અર્ધ ઐતિહાસિક અને ઐતિહાસિક રાસ પણ આ કાલખંડમાં લખાયા છે. આના પછી આધુનિક કાળ આવે છે, જેનો પ્રારંભ ૧૯મી સદીનો માનવામાં આવે છે. આ કાળમાં મુખ્યત્વે હિંદી, ગુજરાતી, મરાઠી, બાંગલા આદિ ભાષામાં રચિત કથા સાહિત્ય છે. જેન કથા શિલ્પની પ્રમુખ વિશેષતા તો નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની સ્થાપના જ રહી છે. જેન આચાર્યોએ કથાઓ તો લખી પણ એમની દષ્ટિ વિકથાથી બચવાની જ રહી છે. દશવૈકાલિક સૂત્રમાં કથાના ત્રણ વર્ગ બતાવ્યા છે. અકથા, કથા અને વિકથા. દશવૈકાલિકમાં ધર્મકથાના પણ ચાર-ચાર ઉપભેદ કર્યા છે. આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગિણી અને નિર્વેદની. -પાપમાર્ગના દોષોના ઉભાવન કરી ધર્મના ગુણોની સ્થાપના કરવી એ આક્ષેપણી કથા છે. -અધર્મના દોષો દેખાડી એનું ખંડન કરવું એ વિક્ષેપણી કથા છે. -વૈરાગ્ય વર્ધક કથાઓ સંવેગિણી કથા છે. -જ્યારે જે કથાથી સમાધિભાવ અને આત્મશાંતિ મળે અથવા નિર્વિકલ્પ દશામાં લઈ જાય એ નિર્વેદની કથા છે. આ ચારેય કથાના ચાર-ચાર ભેદ કર્યા છે. આક્ષેપની- આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ, દષ્ટિવાદ, 22
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy