SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ વજસ્વામી રાસ ધર્મદેવ ૧પ૦૬ વયરસ્વામી ગુરુ રાસ જયસાગર ૧૪૪૧ આમ, સમગ્ર રચનાને જોતાં જણાય છે કે તીર્થકરના રાસાઓ ૧૫મી થી ૧૯મી સદીમાં વધારે રચાયા. જેમાં આદિનાથ, શાંતિનાથ, નેમનાથ, મહાવીર સ્વામી, મલ્લિનાથ, વિસવિહરમાનનો સમાવેશ થાય છે. તેમાં પણ સૌથી વધારે નેમનાથ પ્રભુના રાસ રચાયા. ગણધર અને ચક્રવર્તીના રાસાઓનું સર્વેક્ષણ કરતાં માલુમ થાય ૧૫મી થી ૧૯મી સદીમાં આ રાસાઓ રચાયા જેમાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, ચિત્રસંભૂતિ, સનત ચક્રવર્તી, ભરત ચક્રવર્તીનો સમાવેશ થાય છે. કેવલીના રાસાઓ ૧૦મી થી ૧૮મી સદીમાં વધારે રચાયા છે. જેમાં સુરપ્રિય, ભુવનભાનુ, કપિલકેવલી, શ્રીચંદ, ઈલાચી, આદિનો સમાવેશ થાય છે. ગુરુભગવંતના રાસાઓ વધારે ૧૬ થી ૧૮મી સદીમાં રચાયા. જેમાં આનંદવિમલસૂરિ, કપૂરવિજયગણિ, કમલવિજય, કલ્યાણવિજય ગણિ, કલ્યાણ સાગરસૂરિ, જિનસાગરસૂરિ, યશોભદ્રસૂરિ, બુધ્ધિસાગરસૂરિ, હીરવિજયસૂરિ, વજસ્વામી, વયસ્વામી આદિ અનેક ગુરુભગવંતોનો સમાવેશ થાય છે. રાજા, રાણી, રાજકુમાર, શ્રેષ્ઠી, મંત્રીના રાસાઓ વધારે ૧રમી થી ૧૭મી સદીમાં રચાયા. જેમાં ભારત-બાહુબલિ, શાલીભદ્ર, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ, નળ-દમયંતી, અમરસિંહ, પુણ્યસાર, પ્રસેનજિત, ધન્ના, શ્રેણિક, યશોધર, જાવડભાવડ, ઋષિદત્તા, રત્નસાર કુમાર, રૂપસેન, દ્રૌપદી, સુરસુંદરી, કુમારપાળ, કયવત્રા, હરિશચંદ્ર, ઉત્તમકુમાર, અજાપુત્ર, શ્રીપાળરાજા, સુદર્શન શ્રેષ્ઠી, વિજયશેઠવિજયાશેઠાણી, અમરસેન-વાયરસેન, જંબુસ્વામી, ગજસુકુમાલ, ઢંઢણઋષિ આદિ અનેક રાસાઓ રચાયા. મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં સાધુ કવિઓએ જે વિવિધ સ્વરૂપોમાં રચનાઓ કરી તેમાં રાસા ઉપરાંત બારમાસી, ફાગુ, કક્કો, વિવાહલઉં, પ્રબંધ, ચચ્ચારી ને ધવલ વગેરે નોંધપાત્ર છે. મોટા ભાગના કવિઓએ આ સ્વરૂપોની રચના માટે પ્રાચીન કથાઓનો ઉપયોગ કરી તેને વિવિધ રસો, વર્ણનો અને સુંદર શૈલી દ્વારા નિરૂપણ કરી લોકભોગ્ય બનાવ્યા છે. કવિઓએ ખાસ કરીને તે સમયની લોકભોગ્ય કથાઓ જેવી કે જેમ-રાજુલની કથા, સ્થૂલિભદ્ર-કોશા, જંબુસ્વામી કથા વગેરેનો આધાર લીધેલો હોય એવી પ્રતીતિ થાય છે. 429
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy