SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસમુદ્ર સંવત ૧૭૨૮માં ર૯ ઢાળમાં કુલધ્વજરાસ રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા ગૂંથી છે. | વિનયલાભ-બાલચંદે ૪ ખંડમાં સંવત ૧૭૩૦માં વચ્છરાજ દેવરાજ રાસ રચ્યો. જેમાં વચ્છરાજ દેવરાજની કથા ગૂંથી છે. અમૃતસાગરે સંવત ૧૭૩૦માં ૪૪ ઢાળ ૮૯૬ કડીમાં જયસેનકુમાર રાસ રચ્યો. જેમાં રાત્રિભોજન પરિવારને મહત્ત્વ આપ્યું. વિવેકવિજયે સંવત ૧૭૩૦માં ૪ ખંડમાં મૃગાંકલેખા રાસ રચ્યો. જેમાં મૃગાંકલેખાની કથા ગૂંથી છે. સુરવિજયે ૩ ખંડ ૩૪ ઢાળમાં સંવત ૧૭૩ર માં રતનપાળરાસ રચ્યો. શાંતિદાસે સં. ૧૭૩૨માં ૬૫ કડીનો ગૌતમસ્વામી રાસ રચ્યો. ખેતોએ સંવત ૧૭૩૨માં ધન્ના રાસ રચ્યો. જેમાં ધન્નાની કથા વર્ણવી છે. ચંદ્રવિજયે સંવત ૧૭૩૪માં જંબુકુમાર રાસ રચ્યો. જેમાં જંબુની કથા ગૂંથી છે. તેજપાલે સંવત ૧૭૪૪માં ૪ ખંડમાં અમરસેન વયસેન રાસ રચ્યો. જેમાં અમરસેન વરસેનના જીવન દ્વારા બોધ અપાયો છે. દીપવિજયે સંવત ૧૭૩૫માં કયવન્ના રાસ રચ્યો. સંવત ૧૭૪૯માં ૩ ખંડમાં મંગલકલશ રાસ રચ્યો. જેમાં મંગળકલશકુમારની કથા ગૂંથી છે. રુચિરવિમલે ૩૩ ઢાળમાં સંવત ૧૭૩૬માં મત્સ્યોદર રાસ રચ્યો. દયાતિલકે સંવત ૧૭૩૭માં ૧૭ ઢાળમા ધન્નાનો રાસ રચ્યો. તે દ્વારા દાનનું મહત્ત્વ બતાવ્યું. કેશવદાસ-કુશલસાગરે સંવત ૧૭૪૫માં ૬૫ ઢાળમાં વીરભાણ ઉદયભાણ રાસ રચ્યો. જેમાં વિરભાણે દાનથી અને ઉદયભાણે સેવા દ્વારા આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરી. અજિતચંદે સંવત ૧૭૩૬માં ચંદન મલયાગિરિ રાસ રચ્યો. જેમાં મલયાગીરીની કથા ગૂંથી છે. દીપસૌભાગ્યે સંવત ૧૭૪૭માં વૃધ્ધિસાગરસૂરિ રાસ રચ્યો. આનંદસૂરિએ સંવત ૧૭૪૦માં સુરસુંદરીરાસ રચ્યો.જેમાં સુરસુંદરીની કથા ગૂંથી 414
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy