SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતપ્રભસૂરિએ સં.૧૯૫૫માં ૪ ખંડમાં ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા ગૂંથી છે. દયા કુશલે સં.૧૬૪૯માં ૧૪૧ કડીનો લાભોદય રાસ(વિજયસેનસૂરિ) રચ્યો. સંવત ૧૬૮પમાં ર૩૩ કડીનો વિજયસિંહસૂરિ રાસ રચ્યો. જેમાં વિજયસિંહસૂરિની કથા વર્ણવી છે. કલ્યાણચંદ્ર સંવત ૧૬૪૯માં ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથા ગૂંથી છે. પ્રીતિવિમલે સંવત ૧૬૫૮માં દાનશીલતપ ભાવના રાસ રચ્યો. ધનવિજયે સંવત ૧૬૫૦માં હરિષણ શ્રીષેણ રાસ રચ્યો. જેમાં હરિષણ ગ્રીષણની કથા વર્ણવી છે. ૩ર૯ કડીનો નર્મદા સુંદરી રાસ સંવત ૧૬૫૦માં રચ્યો. જેમાં નર્મદાસુંદરીની કથા ગૂંથી છે. વિવેકહર્ષે સંવત ૧૬૫રમાં ૧૦૧ કડીનો હીરવિજયસૂરિરાસ રચ્યો. જેમાં હીરવિજયસૂરિની કથા ગૂંથી છે. ઊજલે સંવત ૧૬૫રમાં ૬૩૧ કડીનો રાજસિંહ કથા(નવકાર)રાસ રચ્યો. ધર્મદાસે સંવત ૧૬૫રમાં જસવંતમુનિનો રાસ રચ્યો. જેમાં જસવંત મુનિની કથાને વર્ણવી છે. જયવિજયે સંવત ૧૬૫૫માં ૨૭૦ કડીનો કલ્યાણવિજયગણિનો રાસ રચ્યો. જેમાં કલ્યાણવિજયગણિની કથા આલેખી છે. શ્રવણે સંવત ૧૬૫૭માં ઋષિદત્તા રાસ રચ્યો. જેમાં ઋષિદરાની કથા ગૂંથી છે. ક્ષેમકુશલે ૪૬૨ કડીનો રૂપસેનકુમાર રાસ રચ્યો. જેમાં રૂપાસેનકુંવર કથા વર્ણવી સમયસુંદરે સં.૧૬૭૩માં ૯૩૧ ગાથાનો નળદમયંતી રાસ રચ્યો. જેમાં નળદમયંતીની કથા વર્ણવી છે. સંવત ૧૯૭રમાં ર૩૦ કડીનો પ્રિયમેલક રાસ રચ્યો. જેમાં પ્રિયમલકની કથા ગૂંથી છે. સંવત ૧૬૮૧માં રર૫ કડીનો વલ્કલચીરી રાસ રચ્યો. જેમાં વલ્કલચીરીની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૨માં ૪૦ કે પર કડીનો વસ્તુપાલ તેજપાલ રાસ રચ્યો. જેમાં વસ્તુપાલ તેજપાલની કથા ગૂંથી છે. 403
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy