SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિ મુનિએ ૧૩૭ કડીનો અગડદત્ત રાસ સંવત ૧૬૦૧માં રચ્યો. જેમાં અગડદત્તની કથાને આલેખી છે. વિમલચારિત્રસૂરિએ સંવત ૧૬૦૫માં નવકારરાસ અથવા રાજસિંહરાસ રચ્યો. જેમાં નવકારનું મહત્ત્વ દર્શાવતી રાજસિંહની કથા ગૂંથી છે. મતિસારે (કદાચ જેનેતર હોય) સંવત ૧૬૦૫માં કપૂરમંજરી રાસ રચ્યો. તેમાં પ્રારંભમાં ગણપતિને નમસ્કાર કર્યા છે. જેમાં કપૂરમંજરીની કથાને ગૂંથી છે. મતિસાગરે ૩૮૮ કડીનો ચંપકસેન રાસ સંવત ૧૬૦૫માં રચ્યો. જેમાં ચંપકસેનની કથા વર્ણવાથી છે. સિધ્ધિસૂરિએ સંવત ૧૬૦૬માં પર૩ કડીનો અમરદત્ત મિત્રાનંદ રાસ રચ્યો. જેમાં અમરદત્ત મિત્રાનંદની કથા ગૂંથી છે. સંવત ૧૬૧૬માં સિંહાસન બત્રીશી કથા અથવા રાસ રચ્યો. સંવત ૧૬૧૮માં કુલધ્વજકુમાર રાસ રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા ગૂંથી છે. સંવત ૧૬ર૩માં ર૯૫ કડીનો શિવદત્ત રાસ રચ્યો. તેમાં સર્વદત્ત કથા ગૂંથી લેવામાં આવી છે. કવિ હેમરાજે સંવત ૧૬૦૯માં ધારાસ રચ્યો. રાસની ૩૪૪ ગાથા છે. જેમાં ધનાની કથા ગૂંથાઈ છે. સંવત ૧૬૩૦માં ૫૫ ગાથાનો બુધ્ધિરાસ રચ્યો. કવિ ઉદાએ ૮૪ કડીનો સનતકુમાર રાસ સંવત ૧૬૧૭માં રચ્યો. જેમાં સનતકુમારની કથા આલેખી છે. કવિ વિમલે મિત્રચૂડાસ જે ૩૪૪ કડીમાં, સંવત ૧૬૧૦માં રચ્યો. અજિતદેવસૂરિએ સમકિતશીલ સંવાદ રાસ સંવત ૧૬૧૦માં રચ્યો. તેમણે કર્પરચક્ર કરેલું છે. પ્રીતિવિજયે સંવત ૧૬૧રમાં ૪૬૧ ગાથાનો બારવ્રત રાસ રચ્યો. માલદેવે સંવત ૧૯૬૯માં પુરંદરકુમાર રાસ રચ્યો. તેમાં પુરંદરની કથા છે. તેના શીલનું મહત્ત્વ દર્શાવ્યું છે. કવિ જયવંતસૂરિએ ર૩૯૧ કડીનો શૃંગારમંજરી રાસ (શીલવતી ચરિત્ર) સંવત ૧૬૧૪માં રચ્યો. સંવત ૧૬૪૩માં પ૬ર કડીનો ઋષિદત્તા રાસ રચ્યો. જેમાં ઋષિદત્તાનું ચરિત્ર વર્ણવાયું છે. સૌભાગ્ય મંડને સંવત ૧૬૧રમાં પ્રભાકર રાસ રચ્યો. જેમાં પ્રભાકરની જીવન કથા 399
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy