SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ જયરાજ સં.૧૫૫૩માં મત્સ્યોદર રાસ રચ્યો. આ રાસ ચોપાઇમાં છે. સંવત ૧૫૫૪માં ર૮૪ કડીનો હરિશ્ચંદ્ર રાસ રચ્યો. સંવત ૧૫૬૧માં અજાપુત્ર રાસ રચ્યો. જેમાં અજાપુત્રની કથા ગૂંથી છે. સંવત ૧૫૬૩માં ૧૧૦ કડીમાં વજસ્વામીનો રાસ રચ્યો. જેમાં વજસ્વામીની કથા વર્ણવી છે. કુશળસંયમે સં.૧૫૫૫માં હરિબલનો રાસ રચ્યો. જેમાં હરિબલ માછીની કથા ગૂંથી છે. નેમિકુંજરે સં.૧૫૫૬માં ચારખંડમાં ગજસિંહરાય ચરિત્ર રાસ રચ્યો. જેમાં ગજસિંહરાય ચરિત્ર વર્ણવ્યું છે. લબ્ધિસાગરે સંવત ૧૫૫૭માં શ્રીપાળમચણાની કથા ગૂંથતો શ્રીપાળ રાસ રચ્યો. લાવણ્ય સિંહે પ૬ કડીમાં, સંવત ૧૫૫૮માં ઢંઢણ કુમાર રાસ રચ્યો. જેમાં ઢંઢણ કુમારની કથા ગૂંથી છે. ઈશ્વર સૂરિએ સંવત ૧૫૬૧માં લલિતાંગ રાસ રચ્યો. જેમાં લલિતાંગ કુમારની કથા ગૂંથી છે. કઠુઆ કવિએ દુહા અને ચોપાઇમાં લીલાવતી સુમતિવિલાસ રાસ રચ્યો. જેમાં લીલાવતી સુમતિવિલાસની કથા વર્ણવી છે. - જ્ઞાનચંદ્રસૂરિએ સંવત ૧૫૬૫માં વંકચૂલનો રાસ લખ્યો. રાસમાં ત્રણ ખંડની મળી ૯૧૮ ગાથા છે. જેમાં વંકચૂલે ધર્મ સ્વીકાર કેવી રીતે કર્યો એની કથા આલેખી - ઉદયભાનુએ સંવત ૧૫૬પમાં વિક્રમસેન રાસ રચ્યો. આમા પ૬૬ ટૂંક છે. જેમાં વિક્રમસેન રાજાની કથા ગૂંથી છે. ધર્મસમુદ્રમણિએ સં.૧૫૬૭માં સુમિત્રકુમાર રાસ રચ્યો. અને દાન વિશેનો આ રાસ ૩૩૭ કડીનો છે. જેમાં સુમિત્ર કુમારની કથા છે. સંવત.૧૫૮૪માં કુલધ્વજકુમાર રાસ રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા આલેખી છે. લક્ષમીરત્ન શિષ્ય સુરપ્રિયઋષિ રાસ રચ્યો. જેમાં સુરપ્રિય ઋષિની કથા ગૂંથી છે. સહજસુંદરે સંવત.૧૫૭રમાં ૩૬૮ કડીનો ઋષિદરા રાસ રચ્યો. જેમાં ઋષિદત્તાની કથા ગૂંથી છે. 396
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy