SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તેણે એવો અભિગ્રહ કર્યો કે-“જ્યાં સુધી આ ચાર હત્યાઓ મારા સ્મરણમાં આવે-મને યાદ આવે ત્યાં સુધી અન્ન કે પાણી માટે લેવું નહિ.' એવો અભિગ્રહ લઈને તે જ નગરના એક દરવાજે કાઉસગ્ગ-કરીને ઊભો રહ્યો. પછી તે દરવાજે થઈને આવતા જતાં નગરના લોકો તે હત્યાઓનું વાંરવાર સ્મરણ કરાવીને-સાદ કરાવીને – આ મહાદુષ્ટ કર્મનો કરનાર છે.' એ પ્રમાણે તેની તાડના-તર્જના કરવા લાગ્યા. કેટલાક લાકડી વડે મારે, કેટલાક મુષ્ટિના પ્રહાર કરે, કેટલાક ગાળો દે, કેટલાક પત્થર ફેંકે- આ પ્રમાણે તેણે પરિષહોને સહન કર્યા. આવી રીતે દઢપ્રહારીને છ મહિના પસાર થઇ ગયા પરંતુ તે પોતાના નિયમથી જરા પણ ચલાયમાન થયો નહિ. વિશુધ્ધ ધ્યાનથી તેનું અંતઃકરણ ક્ષમા વડે નિર્મળ થયું. અને ઘાતી કર્મોનો ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઘણા જીવોને પ્રતિબોધ પમાડી દઢપ્રહારી કેવલી મોક્ષે ગયા. આ પ્રમાણે બીજા પણ જેઓ આક્રોશ આદિ અનેક પ્રકારના-ઉપસર્ગોને સહન કરે છે, તેઓ અનંત સુખ ભોગવનારા થાય છે. એવો આ કથાનો ઉપદેશ છે. આમ, ઉપદેશમાળા” ગ્રંથમાં આવા અનેક દૃષ્ટાંતો દ્વારા ઉપદેશની માળા સર્જી છે. ખરેખર! આ નામ સાર્થક છે. આવા ગ્રંથના વાંચનથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે. મધ્યકાલીન કથા સાહિત્ય જૈન કથા સાહિત્ય વિપુલ પ્રમાણમાં ખેડાયેલું છે. મોટા ભાગના જૈન સાધુ કવિઓ અને કેટલાંક શ્રાવક કવિઓએ રચનાઓ કરી છે. બીજી રીતે કહીએ તો કવિઓએ તેમના સમયમાં સામાન્ય જનોને ઉપદેશ આપવા માટે જેન કથાઓનો સુંદર ઉપયોગ કર્યો છે. સામાન્ય જનોને જૈન ધર્મના સિધ્ધાંતને તાત્વિક રીતે સમજાવવા એ મુશ્કેલ અથવા કઠિન કહી શકાય તેવું કાર્ય હતું. એટલે આબાલ વૃધ્ધ સૌ કોઈ સમજી શકે એ હેતુથી કવિઓએ રાસા કે અન્ય સ્વરૂપની રચના કરવા વિવિધ કથાઓનો આશરો લીધો છે. એક તરફ જૈનેતર હિન્દુ સાહિત્યમાં આખ્યાનનું સ્વરૂપ ખૂબ વિકાસ પામેલું હતું. જૈન કવિઓએ એ જ રીતે રાસાઓ રચીને રાસ સ્વરૂપનું ખેડાણ કર્યું અને તે સમયને “રાસ યુગ”નામ આપવામાં આવ્યું. જેનેતર કવિઓમાં ખાસ કરીને પ્રેમાનંદે પોતાના આખ્યાનોનું કથાવસ્તુ, પુરાણ, ભાગવત, મહાભારત વગેરે ગ્રંથોમાંથી કથાઓ લઇને આખ્યાનના સ્વરૂપ ઢાળ્યા અને તે દ્વારા સામાન્ય જનોને કથારસરૂપી આસ્વાદ ચખાડીને ધર્મનો બોધ પમાડ્યો. એ જ રીતે જૈન 391
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy