SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ ૩૫૫ ૪૧૮ જે ૬૩) પુલિંદ (ભીલ)નું ચરિત્ર ૬૪) ચંડાલનું ચરિત્ર ૬૫) ત્રિદંડીનું ચરિત્ર ૩૬૦ ૬૬) કપટક્ષપક તપસ્વીનું ચરિત્ર ४०० ૬૭) દુર્દરાંકદેવનું ચરિત્ર ૬૮) સુલસાનું ચરિત્ર ૪૨૭ ૬૯) જમાલીનું ચરિત્ર ૪૩૩ ૭૦) કૂર્મનું ચરિત્ર ४४४ અહીં ધર્મદાસ ગણિ પ૪૧માં શ્લોકમાં જણાવે છે કે "संतिकरी वृड्डिकरी कल्लाणकारी सुमंगलकारी अ होउ कहगस्स परिसाए तह य निव्वाणफलदाई"।। ५४१ ।। શબ્દાર્થ:- આ ઉપદેશમાળા કથક એટલે કે વક્તા તથા પર્ષદને ક્રોધાદિકની શાંતિ કરનારી, જ્ઞાનાદિક ગુણોની વૃધ્ધિ કરનારી, કલ્યાણકારી એટલે આ લોકમાં ધનાધિક સંપત્તિ અને પરભવમાં વૈમાનિક ઋધ્ધિને પ્રાપ્ત કરાવનારી, સુમાંગલ્ય કરનારી અને પરલોકમાં નિર્વાણરૂપ ફળને આપનારી થાય છે. આ ગ્રંથનું નામ સાર્થક છે. જિનરાજના વચનનો ઉપદેશ તેની માળા એટલે શ્રેણી ફૂલની માળા જેવી છે. જેમ ફૂલ વિવિધ પ્રકારના હોય અને વિવિધ સુગંધ આપે તેમ આ ગ્રંથની ગાથાઓ વિવિધ વિષયો પર ઉપદેશ રૂપ છે. “ઉપદેશમાલા ક્રોધાદિ આદિ દૂર કરીને જ્ઞાન આપનારી તેમજ ઈહલોક-પરલોકને વિશે સુખ આપનારી છે. આમ,આ ગ્રંથ સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ લાવી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી છે. કથાઓ ઢંઢણકુમારનું ચરિત્ર ઢંઢણકુમારનો જીવ પૂર્વભવમાં કોઈ રાજાના પાંચસો ખેડૂતનો અધિકારી હતો. જ્યારે મધ્યાહ્ન સમયે બધાને માટે ભાત આવતા હતા. ત્યારે તે તેઓની પાસે પોતાના ખેતરમાં એક-એક ચાસ હળથી કઢાવતો હતો. આ પ્રમાણે કરવાથી તે દરરોજ પાંચસો ખેડૂત અને એક હજાર બળદોને ભાત-પાણીમાં અંતરાય કરતો હતો. તેમ કરવાથી તે ભવમાં તેણે ઘણું અંતરાય કર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને ઘણા ભવમાં ભટકીને તે દ્વારિકા નગરીમાં “કૃષ્ણ” વાસુદેવને ઘેર “ઢંઢણા' રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે ઢંઢણકુમારના નામથી પ્રસિધ્ધ થયો. યુવાનવય થતાં 385
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy