SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ જશે. આ પુસ્તક દરેક સાહિત્ય ભક્તને અને દરેક ધર્મશોધકને બહુ ઉપયોગી થઈ પડશે. માનસશાસ્ત્રીને પણ ઉપયોગી થઈ પડશે. અને એ આશ્ચર્ય સહિત જોઈ શકશે કે પુનર્જન્મનો સિધ્ધાંત કેવી પ્રબળતાથી ભાવનામય પ્રદેશ ઉપર અસર કરીને ઠેઠ વસ્તુ સ્થિતિમાં આવી ઠરે છે. અને શ્રધ્ધાના સામાન્ય મતો પેઠે એ મત પણ વ્યવસ્થિત રીતે પ્રવર્તે છે.” પથ્થર જેવા કઠણ હદયવાળાને પણ પીગળાવે એવી આ અતિ અદ્ભુત અસરકારક કથા છે.* કથાનક મગધ દેશમાં કોણિક રાજાના સમયે ધનપાલ નામે નગરશેઠ અને સીમા નામે શેઠાણી રહે છે. શેઠના મકાનની નજીકમાં ઉપાશ્રય છે જેમાં સુવ્રતા નામે સાધ્વી પોતાના શિષ્ય પરિવાર સાથે ત્યાં આવીને રહેલા છે. એ શિષ્યામાંથી તરંગવતી નામની શિષ્યા ભિક્ષા ગ્રહણ કરવા બહાર નીકળે છે. તેનું આ શેઠાણીના ઘરે જવાનું થાય છે. તેમનું રૂપ જોતા શેઠાણીને જિજ્ઞાસા જાગે છે કે કયા કારણથી તેમણે દીક્ષા લીધી. આથી ભિક્ષા આપી પછી તે વિનયભાવથી જન્મકથા સંભળાવવાનું કહે છે. અતિ આગ્રહને વશ થઈને તે પોતાની કથા કહે છે. વત્સદેશમાં, કૌશામ્બી નગરીમાં ઉદયન રાજા છે. તેનો એક મિત્ર જે નગરનો નગરશેઠ છે. તેનું નામ ઋષભસેન તેને આઠ પુત્રો છે અને તેના ઉપર નવમી તરંગવતી પુત્રી તરીકે જન્મ લે છે. સમજ આવતા ધાર્મિક, ગણિત, વાંચન, લેખન, વીણાવાદન, નાચ, પુષ્પઉછેર બધું જ શીખવવામાં આવે છે. તે પૂરા પરિવારમાં લાડકવાયી હોય છે. અનુક્રમે તે મોટી થતાં ખાનદાન ઘરોમાંથી તેના માટે માંગા આવતા પરંતુ તેમના પિતાને કોઈ તેને લાયક લાગતું ન હતું. એકવાર સપ્તપર્ણના ફુલના બગીચામાં જવાનું થાય છે. અને ત્યાં એ ઝાડને નીહાળતા તેની નજર બાજુનાં તળાવમાં તરતા ચક્રવાકો ઉપર ગઈ. તે વખતે ચક્રવાકોનો પરસ્પરનો સ્નેહ જોઈ તેને પૂર્વ જન્મનું સ્મરણ થાય છે અને મૂચ્છિત થઈ જાય છે. ભાન આવતા પોતાની સખીને પૂર્વ જન્મની કથા કહી સંભળાવે છે. તે કહે છે કે આગળના ભવમાં તે રાતાપીળા પીછાંવાળી ચક્રવાકી હતી. (કહેવાય છે કે ચક્રવાકોમાં સ્નેહ જેટલો સાચો અને પ્રબળ હોય તેવો સ્નેહ આખા જગતમાં બીજે 377
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy