SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારના શ્રાવકોના વર્ણનમાં આરોગ્યદ્વિજની કથા છે. (પા-૧૧૭) શીલવંત શ્રાવક કોને કહેવો તે ઉપર મહાશતકની કથા છે. (પા-૧૩૮) ભાવશ્રાવકના પાંચ ગુણનું સ્વરૂપ વર્ણવતા ત્રીજા લક્ષણ ઉપર ચશસુયશની કથા (પા-૧૫૦) ચોથા લક્ષણ ઉપર ધર્મનંદનું દુષ્ટાંત છે. (પા-૧૫૮) ત્રીજા ચોથા ભેદ ઉપર સંપ્રતિરાજાનું દ્દષ્ટાંત છે. (પા-૧૬૬) પાંચમા લક્ષણ પ્રવચન કુશળ ઉપર શ્રાવક ધર્મી પદ્મશેખર રાજાની કથા (પા-૧૭૯) ધર્મક્રિયા કરતા લજ્જા ન પામવા ઉપર નાગદેવ અને દત્ત શ્રેષ્ઠીની કથા. (પા-૨૧૩) ચારિત્રનો મનોરથ સેવનાર ગૃહવાસ પર ઉદાસીનતા કેળવનાર વસુદેવ શ્રેષ્ઠીના પુત્ર સિધ્ધની કથા છે. (પા-૨૨૪) ત્રીજી વાચનામાં ભાવ સાધુના સાત લિંગનું વર્ણન કરતા શ્રી આર્યમહાગિરિની કથા (પા-૨૮૬), શ્રી શિવભૂતિની કથા (પા-૨૯૧), શ્રી શબર રાજાની કથા (પા૩૦૮), શ્રી સેલગસૂરિની કથા (પા-૩૧૬) આપી છે. શ્રાવક અને સાધુના સંબંધથી બે પ્રકારના ધર્મરત્નને આ ગ્રંથમાં જણાવેલ છે. પૂર્વાચાર્યો પુરુષોની શ્લાઘા કરી સ્વપરના અનુગ્રહથી જ પોતાના જ મતિવૈભવ અનુસારે આ ભાવર્થ સંક્ષિપ્તમાં ગ્રંથ વડે રચ્યો છે. તેને સમ્યક્ પ્રકારે સિધ્ધાંતને અનુસરી યુક્તિ વડે જે વિચારે તેઓ પાપ રહિત થઇ મોક્ષ સુખ પામે છે. એમ જણાવી શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરી શાંતિસૂરિ મહારાજે આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. આમ સમ્યક્ત્વને પાયો બનાવી જેણે ગુણો ધર્મરત્ન પ્રાપ્ત કરે છે તે ક્રમશઃ ભાવશ્રાવક ને ભાવસાધુપણાને પ્રાપ્ત કરી પરમપદનો અધિકારી બને છે. આ ગ્રંથનું પુનઃપ્રકાશન કરવાની પ્રેરણા સં.૨૦૪૧માં મુનિ શ્રી કાંતિવિજયજી મ.સા. તથા.મુ.શ્રી વિક્રમ વિજયજી મ.સા.એ કરેલ છે. ગ્રંથનું પુનઃપ્રકાશન મુનિ શ્રી હરીશભદ્રવિજયજી મ.સા.એ કરેલ છે. શીલોપદેશમાલા શીલોપદેશમાલા મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી જયસિંહસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય શ્રી જયકીર્તિસૂરીજી છે. તેઓશ્રીના જીવનની વિશેષ કોઇ માહિતી મળતી નથી. મૂળ ગ્રંથ ઉપર શીલતરંગિણી નામની સંસ્કૃત ટીકા રુદ્રપલ્લીય ગચ્છના આચાર્ય શ્રી સંઘતિલકસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી સોમતિલકસૂરિજીએ 370
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy