SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્યોધનઃ મહાભારતનો દુર્યોધન, મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ' પુસ્તકનો શેતાન અને જર્મનીનો હેર હીટલર ત્રણેય સમકક્ષ ગણી શકાય. તેને હીટલરનું બિરૂદ આપી શકાય. શું શેતાન કે દુષ્ટ માણસ જન્મથી હોય છે? ના- સમાજ તરફથી પ્રેમ ન મળતાં, અવગણના થતાં, ધિક્કાર થવાથી, અપમાનિત થવાથી, લઘુતાગ્રંથિથી પીડાઇને શેતાન બને છે. વ્યાસમુનિએ વારંવાર તેને ‘મૂર્ખ’ અને ‘પાગલ’ તરીકે પણ વર્ણવ્યો છે. ખરેખર, દુર્યોધનમાં મહામૂર્ખતા હતી. અને અહંકારમાંથી રૂપાંતતિરત થયેલું પાગલપન હતું. નાનપણથી ભીમ તેને ખૂબ મારતો, સતાવતો, ચીડવતો. દુર્યોધનના જન્મની કરૂણતા- તેને ગાંધારીના પેટમાં ત્રીસ માસ સુધી રહેવું પડ્યું હતું અને તે સમયે ગાંધારીને ભયાનક સ્વપ્ન આવતા હતા. આથી કુલાંગાર પાકશે તેવું સાંભળતા પોતાના જીવન વિશે કેવી નફરત પેદા થઇ હશે ? તેને મળેલી નિષ્ફળતાઓ લાક્ષાગૃહના મલ્લો સાથેના યુધ્ધમાં, ઝેર આપવાના અનેક કપોથી ભીમ વગેરેના જાન લેવા, દ્રૌપદીના સ્વયંવરમાં- આ નિષ્ફળતાઓએ લઘુતા ગ્રંથિથી ઘેરી લીધો અને અહંકાર પ્રજ્વળી ઉઠ્યો. "" વ્યાસમુનિએ તો દુર્યોધનના મોંમા શબ્દો મૂક્યા છે “જાનામિ ધર્મ.. હું ધર્મ અને અધર્મ જાણું છું પણ ધર્મ તરફ જઇ શકું તેમ નથી અને અધર્મથી પાછો હટી શકું એમ નથી. દુર્યોધનના પાત્ર પરથી તમામ વડીલોએ બોધ લેવા જેવો છે કે આશ્રિત વ્યક્તિને તિસ્કારવો નહિ. કોઇ કારણે કોઇને છોડી શકાય પણ તરછોડી તો ન જ શકાય. નહિ તો તમામ નિર્દોષ ફૂલો ખીલ્યા પહેલા કચડાઇ જશે, કરમાઇ જશે, ખતમ થઇ જશે.“ કર્ણ - નિયતિના કારમા અંધકારમાં અને ધિક્કારની આગમાં સતત ટીચાતો-કુટાતો, બળતો અને જલતો જીવ એટલે કર્ણ. 在 પાંડુ અને કુંતીના લગ્ન થતા પૂર્વે સ્નેહના આવેશમાં મર્યાદા ઓળંગી તેનું પરિણામ કર્ણ. 364
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy