SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોક (અનુત્તર વિમાન)ની પ્રાપ્તિ કરેલ છે. આમાં કુલ તેત્રીશ કથાઓ છે. જેમાંની ત્રેવીશ કથાઓ રાજકુમારોની અને દસ કથાઓ સામાન્ય પાત્રોની છે. આમાં ધન્યકુમાર સાર્થવાહ પુત્રની કથા વિશેષ હૃદયગ્રાહી છે. (૧૦) શ્રી વિપાકસૂત્ર - વિપાક એટલે પુણ્ય અને પાપ કર્મોનું ફળ. પ્રત્યેક અધ્યયનમાં પૂર્વભવની ચર્ચા છે. આમાં મૃગાપુત્રની કથામાં કેટલીક અવાન્તર કથાઓ ગૂંથાયેલી છે. કથોપકથનની દષ્ટિએ આ ગ્રંથની કથાઓ વિશેષ સમૃધ્ધ છે. દુઃખવિપાકમાં કથાનાયકો માંસાહાર કરનાર, ઇંડાનું સેવન કરનાર, અધમ પાપાચાર કરનાર છે. પૂર્વભવમાં ૪૯૯ સાધુઓને જીવતા સળગાવી દેનાર દેવદત્તા તે ભવમાં સાસુની હત્યા કરે છે. અનર્થોની ખાણ સમાન કામ ભોગોમાં લીન રહીને દુઃખોની પરંપરા વધારનાર અંજુશ્રીની કથા છે. સુખવિપાકમાં સુબાહુકુમારનું વર્ણન છે આમ હિંસા, ચોરી, મૈથુન વગેરેના ખરાબ પરિણામોની કથાઓ આમાં છે. આમ, વિપાક સૂત્ર ભાવારણ્યમાં ભૂલા પડેલા, ભટકતા ભવ્ય પ્રાણીઓ માટે ભોમિયો (૧૧) ઉવવાઈ સૂત્ર - આ સૂત્રને સંસ્કૃતમાં ઔપપાતિક સૂત્ર કહે છે. આ સૂત્રમાં બે ભાગ છે. (૧)સમવસરણ (ર)ઉપપાત. પ્રથમ વિભાગમાં પ્રભુ મહાવીરના ગુણોનું, દેહનું, ચંપા નગરીનું, કોણિક રાજાનું, ધારિણી રાણીનું, અંબડ પરિવ્રાજકનું વર્ણન છે. બીજા ઉપપાત વિભાગમાં અંબડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોના કથાનકો છે. આ સૂત્રમાં જૈનમુનિઓના ત્યાગમય જીવનનું વર્ણન છે. (૧૨) શ્રી રાયપાસેણીય સૂત્રઃ- શ્રમણ કેશિકુમાર-ગણધારી એ પ્રદેશી રાજાને જે ઉત્તરો આપ્યા તેનું વર્ણન છે. આ આગમનું મુખ્ય પાત્ર પ્રદેશી રાજા છે. સૂત્રકારે ચિત્તસારથિ, પ્રદેશ રાજા, કેશીકુમાર શ્રમણ આ ત્રણ પાત્રની આસપાસ જ આગમ કથાની રચના કરી છે. આ સૂત્ર નવલકથા જેવું છે. આ સૂત્રની ર૦૭૮ ગાથા છે. (૧૩) શ્રી જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ - આ પણ જ્ઞાતા ધર્મકથાનું ઉપાંગ છે. ભૂગોળ સંબંધી વર્ણન છે. તેમાં નાભિકુલકર ઋષભદેવ તીર્થકર, ભરત ચક્રવર્તીની કથાઓનું વિવરણ (૧૪) શ્રીનિરયાવલિકા સૂત્રઃ- આ આઠમું ઉપાંગ ભદ્રબાહુના સમયની પહેલા રચાયું હોવાનું મનાય છે. આ આગમ ધર્મકથાનુયોગની શૈલીનું છે. કર્મની વિચિત્રતા માટે સામ્રાજ્યના સમ્રાટ રાગકેસરી રાજાના કેદી થયેલા, દ્વેષી યુવરાજના હાથથી બંધાયેલા બાવન આત્મામાંથી કેટલાક આત્માઓનું રોમાંચક કથાનક સ્વયં 13
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy