SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના શાસનમાં આવી જાતના સાત પ્રવચન-ન્ડિવો નીચેના ક્રમે થઈ ગયા. ૧.જમાલિ- ભગવાન મહાવીરના સર્વજ્ઞકાળમાં ૧૬મા વર્ષે ૨.તિ ગગુપ્ત- ભગવાન મહાવીરના સર્વજ્ઞકાળમાં ૧૬ વર્ષ પછી ૩. આષાઢ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ર૧૪ વર્ષ પછી ૪.અચ્છમિત્ર- ભગવાન મહાવીરના નિર્વાણ પછી રર૦ વર્ષ પછી ૫.ગંગ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષ પછી ૬. ષડુલક(રોહગુપ્ત)- ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષ પછી ૭.ગોષ્ઠામાહિલ- ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ૮૪ વર્ષ પછી સાત નિન્દવમાં ગોશાલકની ગણના થતી નથી પરંતુ તેને પણ નિન્દવ માનવામાં આવે છે આથી ગોશાલકનું કથાનક પણ મૂકવામાં આવ્યું છે. આ સાત નિન્દવોની ઉત્પત્તિ નીચેના સાત નગરમાં થઈ હતી. (૧)શ્રાવસ્તી (૨)ષભપુર (૩)શ્વેતામ્બી (૪)મિથિલા (૫)દુલ્લકાતીર (૬)અંતરંજિકા (૭)દશપુર. જમાલિ નિન્દવ કથાનક - બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું. નગરમાં જમાલિ નામનો ક્ષત્રિય કુમાર રહેતો હતો. બધી રીતે તે સમર્થ હતો. એકવાર પ્રભુ મહાવીર બ્રાહ્મણકુંડગ્રામમાં આવે છે. ત્યારે જમાલિ મહાવીરની પર્યુપાસના કરે છે. મહાવીર પ્રભુએ અર્ધમાગધી ભાષામાં ધર્મોપદેશ આપ્યો. જે સાંભળી જમાલિ પ્રવજ્યા ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે. પ્રથમ તો જમાલિના માતા-પિતા પ્રવજ્યા ગ્રહણ ન કરવા કહે છે. પરંતુ જમાલિની દેઢતા જોઈ અંતે અનુમતિ આપે છે. જમાલિ પ્રવજ્યા ગ્રહણ કરે છે. અગિયાર અંગોનું અધ્યયન કરે છે. તેમજ ચતુર્થ ભક્ત છઠ, અઠમ, અર્ધમાસ, માસક્ષમણ વગેરે તપ કર્મ વડે આત્માને ભાવિત કરે છે. એકવાર જમાલિ દ્વારા જનપદ વિહારની પ્રાર્થના ભગવાન મહાવીરને કરાય છે. ત્યારે પ્રભુ મહાવીર મૌન રહ્યા. જમાલિ પ્રભુ મહાવીરને વંદન કરી જનપદ વિહાર કરે છે. એકવાર જમાલિને દાહની પીડા થાય છે. ત્યારે તે પોતાના શ્રમણ નિગ્રંથોને બોલાવી તેમના માટે શય્યા પાથરવાનું કહે છે. તેના શિષ્યો સુવા માટે સંસ્મારક પાથરવા લાગ્યા. ત્યારે જમાલિ અનગારે અત્યંત વ્યાકુળ થઈને ફરીથી નિગ્રંથોને કહે છે કે “હે દેવાનુપ્રિયો! મારે માટે સંસ્તારક કર્યો?” ત્યારે શ્રમણ નિગ્રંથોએ કહ્યું-“હા”, પરંતુ જમાલિએ જોયું કે શય્યા સસ્તારક તૈયાર કર્યો નથી પણ કરાય છે. ત્યારે જમાલિ અનગારને સંકલ્પ ઉત્પન્ન થયો કે “શ્રમણ ભગવાન મહાવીર 329
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy