SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કરાય છે. તે ઉપસર્ગને સુરાદેવ સમભાવે સહન કરે છે. ત્યારબાદ દેવ સુરાદેવના વચલા પુત્રના મરણરૂપ ઉપસર્ગ કરે છે. સુરાદેવ તે પણ સમ્યક્ ભાવે સહન કરે છે. દેવકૃત તેના કનિષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગને પણ તે સમભાવે સહન કરે છે. સુરાદેવ દ્વારા દેવ કથિત રોગાંતક ઉપસર્ગ સહન ન કરી શકવાથી કોલાહલ થાય છે અને દેવ માચા વિકુર્થી આકાશમાં ઉડી જાય છે. ત્યારબાદ સુરાદેવ પ્રાયશ્ચિત લઇ પ્રતિમા ધારણ કરી અનશન સ્વીકારે છે. સુરાદેવ સમાધિ મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિધ્ધ બની સર્વ દુઃખોનો અંત લાવશે. ચુલ્લશતકઃ- તે સમયે આલંભિકા નામે નગરી હતી. તેમાં શંખવન નામનું ઉદ્યાન હતું. જ્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અતિ ધનાઢ્ય ચુલ્લશતક ગાથાપતિ રહેતો હતો. તેને શુભ લક્ષણોવાળી બહુલા નામની પત્ની હતી. એકવાર પ્રભુ મહાવીરનું ત્યાં સમવસરણ રચાય છે. ચુલ્લશતક તેની પત્ની સાથે ધર્મશ્રવણ કરવા જાય છે. બંને પતિ-પત્ની શ્રાવક ધર્મ સ્વીકાર કરે છે. ભગવાન અન્ય સ્થળે વિહાર કરી જાય છે. ચુલ્લાતકને ધર્મ પામ્યાને ચૌદ વર્ષ પૂર્ણ થયા અને પંદરમું વર્ષ ચાલતું હતું ત્યારે એક સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરે છે ત્યારે દેવકૃત પોતાના જ્યેષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગને તે સહન કરે છે. એ જ રીતે મધ્યમ પુત્રના, કનિષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગને સમભાવ પૂર્વક સહન કરે છે. ત્યારબાદ દેવ કથિત નિજ સર્વ હિરણ્ય-કોટિઓના વિકીર્ણ કરવા રૂપ ઉપસર્ગને સહન ન કરી શકવાથી કોલાહલ કરે છે. ત્યારે દેવ માયા વિકુર્તી આકાશમાં ઉડી જાય છે. ત્યારબાદ ચુલ્લશતક પ્રાયશ્ચિત લે છે અને અને પ્રતિમા ધારણ કરી અનશન સ્વીકારી સમાધિ મરણ પામી સૌધર્મ કલ્પના અરુણસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિધ્ધ થશે. અને સર્વ દુઃખોનો અંત કરશે.' કુંડકોલિક કથાનકઃ- તે સમયે કાંપિલ્યપુર નગર હતું. તે નગરમાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. કુંડૌલિકને શુભ લક્ષણોથી યુક્ત પૂષા નામની પત્ની હતી. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ રચાય છે. જેમાં કુંડૌલિક ધર્મ શ્રવણ માટે જાય છે. સાંભળીને શ્રાવક ધર્મ સ્વીકારે છે. પૂષા પણ શ્રમણોપાસિક ચર્યા સ્વીકારે છે. એકવાર તેની પાસે દેવ આવે છે અને નિયતિવાદનું સમર્થન કરે છે પરંતુ કુંડકોલિક નિયતિવાદનું નિરસન કરે છે. તે સાંભળી દેવ જતો રહે છે. ફરી ભગવાન મહાવીરનું સમવસરણ ત્યાં રચાય છે. કુંડકૌલિક ત્યાં ધર્મશ્રવણ માટે જાય છે. પ્રભુ મહાવીર કુંડકૌલિકની પ્રશંસા કરે છે. કુંડકૌલિક દેશના સાંભળી ધર્મ જાગરિકા કરે છે. પ્રતિમા ધારણ કરે છે. અનશન સ્વીકારી સમાધિ મરણ પામી ૪ પલ્યોપમ જેટલી સ્થિતિવાળા અરુણજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી 326
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy