SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪.મહાવીર સ્વામી પર્વ ૧૦મું આજથી લગભગ રપ૮૭ વર્ષ પહેલા મગધ દેશ જે અત્યારે બિહાર પ્રાંતથી ઓળખાય છે ત્યાંના ક્ષત્રિયકુંડ નગરના સિધ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા દેવીએ એક પ્રભાવશાળી પુત્ર રત્નને ચૈત્ર સુદ-૧૩ના દિને જન્મ આપ્યો. દેવોએ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ જઇ ખૂબ ભક્તિ ભાવથી જન્માભિષેક કર્યો. જેના અનુકરણ રૂપે આજે આપણે સ્નાત્ર મહોત્સવ ઉજવીએ છીએ. પ્રભુનો જન્મ થવાનો હતો, તે સમયે રાજ્યમાં ધન-ધાન્યની ખૂબ વૃધ્ધિ થઇ તેથી આ બાળકનું નામ “વર્ધમાન” પાડવામાં આવ્યું. એક વૃક્ષની નીચે શ્રી વર્ધમાન કુમાર મિત્રો સાથે આમળી-પીપળીની રમત રમતા હતા ત્યારે એક દેવે તેમની પરીક્ષા કરવા સર્પનું રૂપ ધારણ કરી લૂંફાડા મારીને વૃક્ષના થડ સાથે વીંટળાઈ ગયો. તે વખતે બીજા બધા બાળકો ગભરાઈને ભાગી ગયા. ત્યારે વર્ધમાન કુમારે સપને હાથથી પકડીને દૂર ફેંકી દીધો. આઠ વર્ષની ઉમરે વર્ધમાનકુમાર બીજા બાળકો સાથે હિંદુસકની રમત રમતા હતા. આ રમતમાં એવી વ્યવસ્થા હોય કે જે હારે તેણે જીતનારને પીઠ પર લઈ દોડવાનું હોય છે. ત્યારે તેમની પરીક્ષા કરવા એક દેવ બાળકનું રૂપ કરીને રમવા આવ્યો અને ઇરાદાપૂર્વક રમતમાં હારી જઈ દેવે વર્ધમાનને ખભા ઉપર બેસાડી દીધા અને ઉંચુ તાડ જેવું વિકરાળ શરીર બનાવી ડરાવવા પ્રયત્ન કર્યો. ત્યારે પ્રભુએ તેને જોરથી માથામાં મુષ્ઠિ પ્રહાર કર્યો. જેથી દેવ દબાઈ ગયા અને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને પ્રભુને કહ્યું કે ખરેખર! આપ મહાન વીર છો માટે આપનું નામ “મહાવીર” પાડું છું. શ્રમણ મહાવીર પુસ્તકમાં આચાર્ય મહાપ્રજ્ઞ કહે છે કે, ભગવાન પાર્શ્વની પરંપરા ચાલુ હતી. તેમના હજારો શિષ્યો બૃહત્તર ભારત અને મધ્ય એશિયાઈ પ્રદેશોમાં વિહાર કરતા હતા. તેમના બે શિષ્ય ક્ષત્રિયકુંડ નગરમાં આવ્યા જેમના નામ અનુક્રમે સંજય અને વિજય હતા. એ બંને ચારણ મુનિ હતા. તેમને આકાશમાં ઉડવાની શક્તિ હતી. તેમના મનમાં તત્ત્વ સંબંધી સંદેહ હતો જે દૂર કરવા બાળ વર્ધમાન પાસે આવે છે અને તેમનો સંદેહ દૂર થાય છે. તેઓએ વર્ધમાનને ‘સન્મતિ' નામથી સંબોધિત કર્યા.”** રાજનિતિક વાતાવરણ અંગે મહાપ્રજ્ઞજી “શ્રમણ મહાવીરમાં કહે છે કે, “પ્રભુ મહાવીરના સમયે વજ્જિતંત્ર બહુ શક્તિશાળી હતું. તેની રાજધાની 314
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy