SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવ પ્રવજ્યા લેતા નથી: શ્રી કૃષ્ણ વાસુદેવને વિચાર આવ્યો કે ધન્ય છે તે જાલિ, માલિ, ઉવયાલિ, શાબ, સત્યનેમિ આદિ કુમારો જેમણે સુવર્ણ આદિ સંપત્તિનો ત્યાગ કરીને યાચકોને દાન આપીને અહત અરિષ્ટનેમિ ભગવંત સમીપે મુંડિત બની ગૃહસ્થવાસ ત્યજીને અણગાર વ્રત ગ્રહણ કર્યું. અને હું અધન્ય છું. અમૃતપુણ્ય છું કે જેણે માનુષી કામ ભોગોનો મોહ રાખ્યો. અને આસક્ત થઈને અરહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત બની ગૃહવાસ ત્યજી અનગાર વ્રત લેવા હું શક્તિમાન ન બન્યો. ત્યારે એમનાથ ભગવાને કહ્યું કે, “હે કૃષ્ણ! એવું કદિ બન્યું નથી. બનતું નથી અને બનશે પણ નહિ કે સુવર્ણ આદિ સંપત્તિનો ત્યાગ કરીને વાસુદેવ પ્રવજ્યા ગ્રહણ કરે.” સર્વ વાસુદેવ પૂર્વભવમાં નિયાણું કરે છે. નિયાણું કરનારા હોય છે. આ કારણથી એમ કહેવાય છે કે ભૂત, ભાવિ કે વર્તમાન કોઈ વાસુદેવ સુવર્ણ આદિ ત્યજીને પ્રવજ્યા લેતા નથી. અનંતર ભવમાં કૃષ્ણની નરકગતિઃ- આગામી ઉત્સર્પિણીમાં કૃષ્ણનું અમમરૂપે તીર્થકરપણું:- શ્રી કૃષ્ણ ભગવંત નેમનાથને પ્રશ્ન કરે છે કે, “હું મરીને ક્યાં ઉત્પન્ન થઈશ?'' ત્યારે તેમનાથ ભગવાને આ પ્રમાણે કહ્યું, “હે કૃષ્ણ! વાત એમ છે કે તમે સુરા, અગ્નિ અને પાયનના ક્રોધને કારણે દ્વારિકા નગરી ભસ્મ થઈ ગયા પછી માતા-પિતા અને સ્વજનો વિનાના રામ બલદેવની સાથે દક્ષિણ સમુદ્રતટની તરફ, પાંડુ રાજાના પુત્રો યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવોની પાસે, પાંડુ મથુરા નગરીમાં જવા નીકળશો ત્યારે માર્ગમાં કોશાબ વન નામે વનમાં વટવૃક્ષ નીચે પૃથ્વી શિલાપાટ પર, પીતામ્બર વસ્ત્ર પહેરેલ શરીરે બેઠા હશો ત્યારે જરકુમારે ધનુષ્યમાંથી છોડેલા તીક્ષણ બાણથી ડાબા પગે વીંધાઈને તે સમયે કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉજ્વલિત નરક ભૂમિમાં નારકીરૂપે ઉત્પન્ન થશો.” ત્યારે કૃષ્ણ વાસુદેવે અરિષ્ટનેમિ પાસેથી આવા અર્થની વાત સાંભળી, જાણી એટલે તે ભગ્નાશ થઈ બે હથેળીમાં મોં ઘાલી આર્તધ્યાનમાં પડી ગયા. ત્યારે ભગવંત નેમનાથ કહે છે કે, “હે કૃષ્ણ! તમે આર્તધ્યાન ન કરો. નરક ભૂમિમાંથી નીકળી પછી તરત જ અહીં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં શતદ્વાર નામના નગરમાં બારમા અમમ નામે અરિહંત-તીર્થકર બનશો. ત્યારે તમે ત્યાં અનેક વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને પછી સિધ્ધ થશો અને સર્વ દુઃખોનો અંત કરશો.” 305
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy