________________
૮.શ્રી ચંદ્રપ્રભનું ચરિત્ર સર્ગ-૬ઠ્ઠો" ભવ પહેલો:- ધાતકીખંડના પ્રાષ્યિદેહ ક્ષેત્રના મંગળાવતી વિજયમાં રત્નસંચયા નગરીમાં પા નામે રાજા હતો. તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવો તે રાજા યુગધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરે છે. બીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરી છે. તેમાં મહાસેન નામે રાજા હતો. તેને લક્ષ્મણા નામની પ્રિયા હતી. પદ્મરાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. ગર્ભકાળ દરમ્યાન લક્ષ્મણા માતાને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો હતો તથા આ ભગવાન પણ ચંદ્ર જેવા છે. માટે પિતાએ તેમનું નામ ચંદ્રપ્રભ રાખ્યું. યૌવન વય પ્રાપ્ત થતા માતા-પિતાની આજ્ઞા પાળવાને માટે પોતાને યોગ્ય એવી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. માત-પિતાની પ્રાર્થનાથી રાજ્ય સંભાળ્યું. સમય જતાં લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષા સમય જણાવ્યો. પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાના બીજા દિવસે સોમદત્ત રાજાને ઘરે પારણું કર્યું. દીક્ષાના ૩ માસ જતાં કેવળજ્ઞાનને પામ્યા. સર્વ અતિશય યુક્ત પ્રભુ ૧૦૦૦ મુનિઓની સાથે અનશન ગ્રહણ કરી નિર્વાણને પામ્યા.
સુપાર્શ્વનાથના નિર્વાણ પછી નવસો કોટિ સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પામ્યા. માગશર વદ બારસ, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
૮
ચં
/
૧૦
/
૧૨
267