SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા સર્ગમાં- પાર્શ્વનાથનો જન્મ, પ્રભાવતીના પિતાને સહાય કરવા જવું, પ્રભાવતીનું પાણિગ્રહણ, કમઠ તાપસનો મેળાપ, પ્રભુએ લીધેલ ચરિત્ર, મેઘમાળીએ કરેલ ઉપસર્ગ, ભગવંતને થયેલ કેવળજ્ઞાન, તેમની દેશના ગણધરાદિની સ્થાપના વગેરે વર્ણનો કર્યા છે. ચોથા સર્ગમાં પ્રભુનાં વિહાર, સાગરદત્તનું વૃત્તાંત, બંધુદત્તનું વૃત્તાંત, ભગવંતનો પરિવાર, નિર્વાણ વગેરે વર્ણવી નવમું પર્વ સમાપ્ત કર્યું છે. આમ, ૮-૯માં પર્વમાં અનેક મહાપુરુષોના ચરિત્રોનો સંગ્રહ કરેલો છે. પર્વ-૧મું વિષયાનુક્રમણિકા: સર્ગ ૧લો (મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન) સર્ગ રજો (મહાવીર જન્મ અને દીક્ષા મહોત્સવ) સર્ગ ૩જો (પ્રથમના છ વર્ષનો વિહાર. સર્ગ ૪થો (બીજા છ વર્ષનો વિહાર) સર્ગ પમો (ભગવંતને કેવળજ્ઞાન, સંઘસ્થાપના) સર્ગ ૬ઠો (શ્રેણિક, મેઘકુમાર, નંદીષણનું વૃત્તાંત) સર્ગ ૭મો (ચિલ્લણા, શ્રેણિક, આર્કિકુમારનું વૃત્તાંત) સર્ગ ૮મો (ઋષભદત્ત, દેવાનંદા, જમાલિ, ગોશાળા વગેરેનું વૃત્તાંત) સર્ગ ૯મો (હાલિક, પ્રસન્નચંદ્ર, દદ્ધરાંકદેવ વગેરેનાં વૃત્તાંત) સર્ગ ૧૦મો (દશાર્ણભદ્ર ને ધન્નાશાલિભદ્રનું ચરિત્ર) સર્ગ ૧૧મો (રોહિણેય, અભયકુમાર, ઉદાયન, ચંડપ્રદ્યોત વગેરે) સર્ગ ૧રમો (વીતભયપત્તન, અભયકુમાર, કૂણિક, ચેડારાજા, ઉદાયી રાજા વગેરેનાં ચરિત્ર) સર્ગ ૧૩મો (ભગવંતની છેલ્લી દેશના નિર્વાણ વગેરે) ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રનું આ છેલ્લું પર્વ છે. બધા પર્વો કરતાં આ પર્વ પ્રમાણમાં મોટું છે. છદ્મસ્થપણાના બાર વર્ષના વિહારનું વર્ણન ઘણું વિસ્તૃત છે, ગણધરવાદ પણ સારી રીતે ટૂંકામાં સમજાવેલ છે. આ પર્વમાં પ્રાસંગિક ઉત્તમ પુરુષોના ચરિત્રો ને પ્રબંધો છે. આ પર્વમાં પ્રાસંગિક દેશના અને પ્રભુની ન્યાયગર્ભિત સ્તવના અનેક સ્થાને એવી અપૂર્વ છે કે વાંચનારનાં હદય આનંદ, વૈરાગ્ય તેમજ ધર્મ શ્રધ્ધાથી પરિપૂર્ણ કરે છે. આમ, ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર જૈન શાસનમાં ખૂબ જ પ્રખ્યાતિ પામેલ છે. 222
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy