SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિપ્રવેશરૂપ દિવ્ય પરીક્ષા અને તેણે લીધેલી દીક્ષાનું વર્ણન છે. સર્ગ દશમામાં- બધાઓનો પૂર્વભવ, હનુમાનાદિકે લીધેલી દીક્ષા, લક્ષ્મણનું મરણ, રામચંદ્રની મોહચેષ્ટા, રામચંદ્રે લીધેલી દીક્ષા, સીતંત્રે કરેલ અનુકૂળ ઉપસર્ગ, રાવણ લક્ષ્મણની ભાવી હકીકત અને રામચંદ્રના નિર્વાણ પર્યંતની સર્વ બીના સમાયેલી છે. આ સર્ગમાં તમામ પુરુષોનાં ચરિત્રોનો ઉપસંહાર કરેલો છે. અને જૈન રામાયણની અહીં સમાપ્તિ થાય છે. અગિયારમા સર્ગમાં- શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર છે. તેમાં જન્મ તથા કેવળજ્ઞાનોત્પતિ સમયે,ઇંદ્રે કરેલી પ્રભુની સ્તુતિ તથા ભગવંતે આપેલી દેશના ખાસ વાંચવાલાયક છે. એ દેશનામાં શ્રાવકે દિવસે અને રાત્રે શું કરવું તેનું વર્ણન છે. બારમા સર્ગમાં- હરિષણ નામના દશમા ચક્રીનું ચરિત્ર છે. તેરમા સર્ગમાં- જય નામના અગ્યારમા ચક્રીનું ચરિત્ર છે. આ બન્ને ચક્રીના ચરિત્રો સંક્ષેપે આપેલા હોવાથી તેમાં વિશેષ જાણવા લાયક નવીન હકીકત નથી. આ પ્રમાણે આ પર્વ સમાપ્ત થાય છે. તેમાં રામચંદ્ર, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇંદ્રજીત, સુગ્રીવ ને હનુમાન એ મુખ્ય પાત્રો છે. તેમનાં ચરિત્રો ઉપરાંત રાક્ષસવંશના, વાનરવંશના અને સૂર્યવંશના અનેક રાજાઓનાં ચરિત્રો છે. તદુપરાંત વાલી, પવનંજય, અંજનાસુંદરી, કૈકેયી, સુકોશલમુનિ ભામંડળ, સાહસગતિ, શૂર્પણખા, જટાયુ પક્ષી, સ્કંદક મુનિના પાંચશે શિષ્યો, સહસ્રાંશુ, ઇંદ્ર, સહસ્રાર, મધુ, નારદ, પર્વત, વસુરાજા, મંદોદરી, અનરણ્ય, જનક, દશરથ, સિંહોદર, વજકર્ણ, વિશલ્યા, લવણાંકુશ, કૃતાંતવદન વગેરે અનેક સ્ત્રી-પુરુષોનાં ચિરત્રો ખાસ આકર્ષક છે. અને તેમાંથી ખાસ પૃથક્ પૃથક્ શિક્ષાઓ ગ્રહણ કરવા લાયક છે. તે દરેકનું અહીં વર્ણન કરવા કરતાં તેના ઈચ્છુકો તેને પુરુષોનાં ચરિત્ર વાંચીને તેમાંથી યોગ્ય શિક્ષા ગ્રહણ કરશે એમ વિચારવું વિશેષ યોગ્ય છે. આ પર્વમાં સ્થાને સ્થાને અનેક જીવોના પૂર્વભવનું કથન છે. તે જૈનમતનું સાતિશય જ્ઞાનીપણું બતાવી આપે છે. તેમજ અનેક પ્રસંગોમાં કહેવતની જેવા સિધ્ધવચનો મૂકેલાં છે. આમ આ પર્વ બાળક, યુવાન, વૃધ્ધ દરેકને આકર્ષણ થાય તેવું છે. આઠમા પર્વની અંદર મુખ્યત્વે રરમા તીર્થંકર શ્રીનેમિનાથનું અને ૯મા વાસુદેવ અને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર અને જરાસંઘનું એમ ૪ શલાકા પુરુષના ચરિત્રો છે. પ્રથમ સાત પર્વોમાં એકંદર ૨૧ તીર્થંકરો, ૧૧ ચક્રવર્તીઓ અને આઠ વાસુદેવાદિ 219
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy