SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્ર બીજો કોણ હોઇ શકે? આવી નવયુવાવસ્થામાં આવી કમનીય કામિનીઓને છોડીને દીક્ષા લે છે બલિહારી છે એની!” કેટલીક સ્ત્રીઓ કહે છે: “આ સ્ત્રીઓ મૂઢ છે. કારણકે જે કાલે દીક્ષા લેવાનો છે, તેની સાથે લગ્ન કરે છે તેથી શું લાભ? શું સોનાની છરી કંઈ પેટમાં ભોંકાય ?” ત્યારે બીજી બોલી ઉઠે છે કે “આ સ્ત્રીઓ પણ કેટલી યોગ્ય અને ઉત્તમ છે કે પોતાનો પતિ દીક્ષા લેવાનો છે, છતાંય બીજાને ચાહતી નથી. એજ એમની ઉત્તમતા છે.” આ તરફ ગુણસાગર વરની શાંત, દાંત, ધીર અને ગંભીર મુખમુદ્રા નિહાળી આઠેય કાંતાઓ વિચારે છે કે ધન્ય છે પતિદેવને કે જેઓ સમતારસમાં લીન બન્યા છે. આવા મહાન આત્મા શું આ સંસારમાં લેપાય ખરા! ખરેખર આપણે પણ ભાગ્યશાળી છીએ કે આવો ઉત્તમ મુક્તિગામી ભર્તા આપણને મળ્યો. આપણે પણ પતિ જે માર્ગે જશે તે જ માર્ગે સંચરી કલ્યાણ કરીશું અને જરૂર મુક્તિપદને મેળવીશું. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ શિખર મેળવીશું. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ શિખર ઉપર આરૂઢ થાય છે. ભાવનાના બળે ઘાતિકર્મનો ચૂરો કરી નાંખે છે અને ચોરીમાં ને ચોરીમાં સઘળી સ્ત્રીઓ કેવળજ્ઞાન પામે છે. આકાશમાં દેવદુદુભિ વાગે છે, સુગંધી જળ અને પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ થાય છે, દેવતાઓ કેવળજ્ઞાનના મહિમાને ઉજવવા માટે ગગનાંગણથી ઉતરી આવે છે. લોકો તો મોંમાં આંગળાં નાંખવા મંડ્યા અને બોલવા લાગ્યા કે લગ્ન મંડપમાં અરે! મહામોહના સામ્રાજ્યમાં કેવળજ્ઞાન? ધન્ય છે ધન્ય છે! એમ સી સ્ટેજે બોલી ઉઠે છે. વાત વાયુવેગે નગરમાં પ્રસરે છે. ત્યાંનો રાજા પણ આવી પહોંચે છે અને ત્રણ પ્રદક્ષિણા આપી કેવળજ્ઞાની પરમાત્માને વંદન કરે છે. આ બધી હકીકત-પૃથ્વીચંદ્ર પૃથ્વી પતિની રાજસભામાં સુધન વ્યાપારી સંભળાવી રહ્યો છે અને આગળ જણાવે છે કે હું પણ વ્યાપારાર્થે પ્રયાણ કરી રહ્યો હતો, પણ મેં આ વાત સાંભળી એટલે ત્યાંથી હું પાછો ફર્યો અને નજરો નજર આ અભુત દૃશ્ય નિહાળ્યું, તેથી મારા રૂવાં ખડાં થઈ ગયાં. હું મનમાં વિચાર કરતો હતો કે શું આ કૌતુક છે કે સત્ય છે? તેટલામાં મારા મનના ભાવને જાણીને કેવળજ્ઞાની ગુણસાગર ભગવાન બોલી ઉઠયા કે અરે સુધન? અયોધ્યામાં આથી પણ વધારે આશ્ચર્ય તને જોવા મળશે. તેથી હું ત્યાંથી પ્રયાણ કરી એથી વધુ આશ્ચર્ય જોવા આપની સભામાં આવ્યો છું. આ નગરની નગરચર્યા અને અહીંનો વ્યવહાર જોઈ હું ઘણો વિસ્મય પામ્યો છું. પૃથ્વીચંદ્ર મહારાજા ગુણસાગરના આ અદ્ભુત વર્ણનને શ્રવણ કરી ભાવના ભાવવા લાગ્યા કે ખરેખર હું-જ અભાગી છું. એ મહાત્મા મહામોહને જીતી કેવળ 207
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy