SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં કુમાર શી વિસાતમાં? રાગની ભડભડતી આગ જ્યાં ભભૂકી રહી હોય ત્યાં વિરાગનાં તૃણને ભસ્મ થતાં શી વાર! રંગરાગથી ભભકતો ભવ્ય રાજમહેલ, યુવાનીનો ઉન્માદ પ્રણયરસભરપૂર વાતાવરણ, સંગીતની રમઝટ, આંખને આંજી દે તેવા મનમોહક દશ્યો, સુવાસથી મધમધતા ને તાજગી ભર્યાં સાધનો, અને હૈયાનાં તારને હલાવી મૂકે તેવું અદ્ભૂત સૌંદર્ય! આવા રંગ રાગના જ્વલંત વાતાવરણમાં પણ અણનમ રહેવું. વિરાગને ટકાવવો એ તો સિંહના મુખમાં હાથ નાખવા બરાબર કઠીન અને કપરૂં કાર્ય છે. વિષયભોગના પિપાસુ આત્માઓ વિષયભોગ માટે જ્યાં ત્યાં વલખાં મારે છે, આમ તેમ ભમે છે અને આર્તધ્યાનમાં પાગલની જેમ પડી રહે છે, દારૂપાન કરનારની જે દશા થાય છે, તેથી પણ બૂરી દશા વિષયાસક્ત આત્માઓની જોવામાં આવે છે. કહ્યું છે કેઃ ભિક્ષાશનં તદપિ નીરસમેકવાર શય્યા ચ ભૂઃ પરિજનો નિજદેહમાત્ર । વસ્ત્ર ચ જીર્ણ શતખંડમચી ચ કન્થા, હા! હા ! તથાપિ વિષયા ન પરિત્યજન્તિ !! ભોજન નીરસ અને એકવાર અને તે પણ ભીખ માંગીને કરે છે, અને રહેવા સૂવા માટે મકાન તો શું પણ તૂટી ફૂટી ઝુંપડીનું પણ ઠેકાણું નથી! પહેરવા માટે સુંદર વસ્ત્રો તો દૂર રહ્યા પણ ગાભાના ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પણ પૂરા અંગ ઢાંકવા નથી. આવી સ્થિતિમાં પણ આત્મા વિષયભોગને છોડી શકતો નથી એ કેટલું આશ્ચર્યજનક છે! પરંતુ જેના આત્મામાં ઉત્તમોત્તમ સંસ્કાર ઠાંસી ઠાંસીને ભર્યા છે, જે યોગવિભૂતિ છે, જેઓ વિષયોને ઝેર સમા ગણે છે, એવા આત્માની વિરાગની એક જ્વલંત ચિનગારી કામ રાગના કાષ્ટને બાળવામાં સમર્થ નીવડે છે. કુમારને સંસાર નીરસ લાગે છે, એના હૃદયના તાર વૈરાગ્યરંગથી રંગાઇ ગયેલા છે અને તે આત્મામાં ઓતપ્રોત બની ગયો છે. સ્ત્રીઓ એને મોહપાશનાં બંધનમાં ન બાંધી શકી. સ્ત્રીઓને અનુકૂળ બનવું તો દૂર રહ્યું, પણ સૌ કુમારને અનુકૂળ બની ગઇ અને પોતાનાં અહોભાગ્ય સમજવા લાગી કે અમને આવો ઉત્તમ વર મળ્યો. જેમણે પરમાર્થ જાણી લીધો છે કે-વિષયો એ ત્યાજ્ય છે અને ચારિત્ર એ ઉપાદેય છે, તેમના હૃદયમાં વૈરાગ્ય વસ્યા વિના કેમ રહે? તાત્પર્ય કે બધી સ્ત્રીઓ વૈરાગ્યથી 201
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy