SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આગમેતર સાહિત્યમાં ‘પઉમચરિય” જેમાં સીતાપતિ રામની કથા રજૂ કરાઈ છે. વિક્રમની પમી સદીમાં રચાયેલું ‘વસુદેવહિડી' આત્માના ભ્રમણની કથા વર્ણવે છે. વસુદેવ ઘર છોડી દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે, એની કથાઓ આપી છે. તે દરમ્યાન તેને કેવા કેવા અનુભવ થાય છે તે બધું આમાં વર્ણિત છે. વિક્રમની ૮ મી સદીમાં રચાયેલ “મહાપુરાણમાં તીર્થકર ઋષભનાં દશ પૂર્વભવો અને વર્તમાન ભવનું તથા ભરત ચક્રવર્તીના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આમાં શૃંગાર, કરૂણ, વીર, રૌદ્ર અને શાંતરસનું મુખ્યપણે દર્શન થાય છે. | વિક્રમની ૮મી સદીમાં રચાયેલ “સમરાદિત્ય ચરિત્ર'માં સમરાદિત્યના નવ ભવનું વર્ણન છે. કષાયોને જીતવા માટેનું શ્રેષ્ઠ ચરિત્ર છે. એમાં બધા રસોનું અંતે શાંતરસમાં પરિવર્તન થાય છે. આ ચરિત્રમાં આબેહૂબ નરકનું વર્ણન છે. જે વાંચનારના રૂંવાટા ખડા થઈ જાય તેવું છે. ૮મી સદીમાં રચાયેલ ઉપદેશપદ ગ્રંથમાં વિવિધ વિષયોને આવરી લેતી બોધદાયક કથાઓ છે. જેના દ્વારા ગ્રંથકારે ભરપૂર તત્વ પીરસ્યું છે. ૯મી સદીમાં રચાયેલ ‘કુવલયમાલા” ગ્રંથ એ જગતના તમામ સાહિત્યમાં ગૌરવ ભર્યું સ્થાન પામી શકે તેવું અણમોલ રત્ન છે. ૯મી સદીમાં રચાયેલ “હરિવંશપુરાણ”માં હરિવંશમાં ઉત્પન્ન થયેલ તીર્થકર નેમિનાથનું જીવન ચરિત્ર છે. આ ગ્રંથ પુરાણ જ નથી પરંતુ તેને કેન્દ્ર બનાવી તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, ધર્મનીતિ વગેરે અનેક વિષયો તથા અનેક ઉપાખ્યાનોનું નિરૂપણ થયું છે. ૧૦મી સદીમાં રચાયેલ ‘ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર'માં ૫૪ મહાપુરુષોનું પૂર્વભવ સાથે ચરિત્ર વર્ણવ્યું છે. ૧૦મી સદીમાં રચાયેલ ઉપમિતિ ભવપ્રપંચ કથામાં ચતુર્ગતિ રૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. મૂળકથા રૂપકોના રૂપમાં છે. આમ, આગમેતર સાહિત્યને જોતાં માલૂમ થાય છે કે અલગ અલગ કથા ગ્રંથો દ્વારા વિવિધ આચાર્ય ભગવંતોએ વાચકને તત્ત્વજ્ઞાન પીરસવાનો સુંદર પ્રયાસ કર્યો છે. દરેક ગ્રંથોની એક આગવી શૈલી છે. જે વાંચકને કથા વાંચતા પકડી રાખે છે. વિવિધ રસોના વર્ણન કરતા કરતા કથાપ્રવાહ અંતે શાંતરસમાં પરિણમન થાય છે. આ જૈન કથાઓનું આગવું લક્ષણ છે. 188
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy