SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથરત્ન એક હજાર ને એકસો વર્ષો પછી પણ વાચકોને મળે છે તે અત્યંત પ્રશંસનીય છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચ્યો છે. આ ગ્રંથ રચતા કવિએ પોતાની અસાધારણ કવિત્વ શક્તિનો ખ્યાલ આપ્યો છે.” આ ગ્રંથમાં કવિએ પ્રારંભમાં સજ્જન-દુર્જનનું સ્વરૂપ દર્શાવ્યું છે, છ પ્રકારના શ્રોતાઓ જણાવ્યા છે. પ૪ મહાપુરુષોના પૂર્વભવો પણ જણાવ્યા છે. તેમાં ધન સાર્થવાહ વગેરેના સદ્ગણોનું વર્ણન વિચારણીય અને આદરણીય છે. નગરોના વર્ણનો, રાજા-મહારાજા, રાણી-મહારાણી, રાજકુમાર-રાજકુમારીઓના વર્ણનો, પઋતુઓનાં, ઉદ્યાનો, અટવીઓનાં વર્ણનો, યુધ્ધો, ચિત્રકલા, નૃત્યકલા, શિલ્પકલા, સંગીતકલા, પ્રહેલિકા, પ્રશ્નોત્તર આદિ વિનોદાત્મક બુધ્ધિવર્ધક સાહિત્ય પણ આમાં જણાય છે. સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિધ્ધ બાણભટ્ટની ગદ્ય છટાવાળી કાદંબરીની કથાએ કવિ ઉપર અસર કરી જણાય છે. આ ચઉપન્ન મહાપુરિસ ચરિયનો પઠન-પાઠનમાં ઉપયોગ પાછળના અનેક પ્રતિષ્ઠિત આચાર્યોએ કરેલ જણાય છે. સુપ્રસિધ્ધ હેમચંદ્રાચાર્યના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિએ વિક્રમની બારમી સદીમાં મૂલશુધ્ધિ પ્રકરણમાં, શ્રી વર્ધમાનાચાર્યે ઋષભદેવ ચરિત્રમાં, શ્રી હેમચંદ્રાચાર્યે સંસ્કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં તથા ભદ્રેશ્વરસૂરિએ પ્રાકૃત કથાવલી વગેરેમાં આ મહાપુરુષ ચરિતના ઉધ્ધરણો- અવતરણો કરેલા જણાય છે. આ ગ્રંથના રચયિતા શીલાચાર્ય વિશે ઘણી ચર્ચા મળે છે. આ નિસ્પૃહ કવિએ ચરિતોના અંતમાં પોતાનો પરિચય આપ્યો છે. તે પરથી જાણી શકાય કે તેઓ નિવૃતિ કુલના માનદેવસૂરિના શિષ્ય હતા. ટ્વે સમાજ માં નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃતિ, વિદ્યાધર-એ ૪ કુલો વજુસ્વામી પછી વિક્રમની બીજી સદી પછી પ્રસિધ્ધિમાં આવ્યાં હતા. તેમાંના નિવૃતિ કુલને કવિ શ્રી શીલાચાર્ય શોભાવ્યું હતું. આ ગ્રંથમાં ‘વિબુધાનંદ નાટક” નામનું એક અંકવાળ રૂપક રચેલું છે. તેમાં સૂત્રધાર દ્વારા કવિએ પોતાનું નામ વિમલમતિ કવિ “શીલાંક” પણ સૂચિત કર્યું છે. આ ગ્રંથમાં પ્રથમ ઋષભસ્વામીનું ચરિત્ર વર્ણવ્યું છે. જેમાં તેમના પૂર્વભવોનું વર્ણન ત્યારબાદ ઋષભદેવનો જન્મ મહોત્સવ, ઇક્વાકુ વંશની સ્થાપના, વિનીતા નગરીની સ્થાપના, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી આદિના જન્મ, ઋષભદેવની દીક્ષા, લોચવિધિ, મરુદેવીને કેવલજ્ઞાન અને નિર્વાણ, ભરત બાહુબલિ યુધ્ધનું વર્ણન, ભરત ચક્રવર્તી ચરિત્ર, બાહુબલીની દીક્ષા, કેવળજ્ઞાન, ષભનું નિર્વાણ, મોક્ષપ્રાપ્તિ
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy