SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અને પછી દીક્ષા લઇ સાગરદત્ત મુનિ બને છે. સાગરદત્ત મુનિ તેઓ પોતે છે. તેઓ કુવલયચંદ્રને આ બધો વૃત્તાન્ત કહી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે માનભટ્ટનો જીવ કુવલયચંદ્રકુમાર પોતે છે અને માયાદિત્યનો જીવ દેવલોકમાંથી અવી દક્ષિણ દેશના રાજાની પુત્રી કુમારી કુવલયમાલા તરીકે અવતર્યો છે. તેને પ્રતિબોધ પમાડવાના હેતુથી કુવલયચંદ્રકુમાર ત્યાંથી જ દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. માર્ગમાં યક્ષ જિનશેખર, વનસુંદરી એણિકા, રાજપુત્ર દર્પફલિહ વગેરેના વૃત્તાન્તો જાણે છે. પછી દક્ષિણ દેશમાં વિજયાનગરી જઈ, પાદપૂર્તિ કરી કુમાર કુવલયમાલાને પરણે છે. તેને સાથે લઇ સ્વદેશ પાછો ફરે છે. માર્ગમાં ભાનુકુમાર મુનિનાં દર્શન કરી સંસારચક્રના ચિત્રપટનો વૃત્તાન્ત જાણે છે. કુવલયચંદ્રના આગમન પછી દેટવર્મરાજા દીક્ષા લે છે. કુવલયમાલા કુંવરને જન્મ આપે છે. પૂર્વભવનો મોહદત્તનો જીવ પદ્મકસર દેવ થયા પછી આ કુંવર તરીકે અવતરે છે. એનું નામ પૃથ્વી સાર રાખવામાં આવે છે. સમય જતાં કુવલયચંદ્ર કુમાર અને કુવલયમાલા દીક્ષા લે છે. ત્યાર પછી કેટલેક સમયે પૃથ્વીસાર પણ દીક્ષા લે છે. તેઓ કાળધર્મ પામી ફરીથી દેવ બને છે. સાગરદત્ત મુનિ અને સિંહ પણ દેવ બને છે. એ રીતે એ પાંચે ફરીથી દેવલોકમાં દેવ થઈ પોતાનો કાળ સુખમાં પસાર કરે છે. ત્યાર પછી છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં કુવલયચંદ્ર દેવનો જીવ કાંકદી નગરીમાં કંચનરથ રાજાનો શિકાર-વ્યસની પુત્ર મણિરથ કુમાર થાય છે. કંચનરથ રાજાની વિનંતીથી મહાવીર પ્રભુ એના એક પૂર્વભવની વાત કહે છે. જે સાંભળી વૈરાગ્ય પામેલો મણિરથકુમાર પ્રભુ પાસે દીક્ષા લે છે. મોહદત્ત દેવનો જીવ રણગજેન્દ્રનો પુત્ર કામગજેન્દ્ર બને છે. તે પોતાને થયેલા અનુભવની સત્યતા મહાવીર પ્રભુ પાસેથી જાણીને દીક્ષા લે છે. લોભદેવનો જીવ દેવલોકમાંથી ચ્યવી ઋષભપુર નગરના રાજા ચંદ્રગુપ્તનો પુત્ર વજગુપ્ત થાય છે. પ્રાભાતિકના શબ્દથી પ્રતિબોધ પામી મહાવીર પ્રભુ પાસે એ દીક્ષા લે છે. ચંડસોમનો જીવ દેવલોકમાંથી વી યજ્ઞદેવ નામના બ્રાહ્મણનો સ્વંયભૂદેવ નામનો પુત્ર થાય છે અને ગરુડ પક્ષીના વૃત્તાન્તથી બોધ પામી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લે છે. માયાદિત્ય દેવનો જીવ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાનો પુત્ર મહારથ થાય છે. પોતાના સ્વપ્નનો ખુલાસો મહાવીર પ્રભુ પાસેથી સાંભળી વૈરાગ્ય થતાં દીક્ષા લે છે. અંતમાં એ પાંચે અંતિમ સાધના કરી અંતકૃત્ કેવલી થઈ મોક્ષે જાય છે. આમ, કુવલયમાલાની કથા એટલે જન્મ જન્માંતરની કથા. જેમાં પાંચ ભવની કથા (કુમાર કુવલયચંદ્રની તો છ ભવની કથા છે) છે. કર્તાએ માન માટે માનભટ્ટ, ક્રોધ માટે ચંડસોમ, માયા માટે માયાદિત્ય, લોભ માટે લોભદેવ અને મોહ માટે મોહદત્ત 174
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy