SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો ભવઃ- જય-વિજય(સહોદર)રૂપે. આચાર્ય સનતકુમારના ચરિત્ર વર્ણન તેમજ બે પ્રકારની અટવી. દ્રવ્ય અટવી અને ભવ અટવીનું વર્ણન આવે છે. 3€ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કાંકી નામે નગરી છે. જેમાં સૂરતેજ નામનો રાજા અને લીલાવતી રાણી છે. લીલાવતી રાણી બે પુત્ર જયકુમાર અને વિજયકુમારને જન્મ આપે છે. જયકુમાર એ ધનકુમારનો જીવ છે અને વિજયકુમાર એ ધનશ્રીનો જીવ છે. જયકુમાર અને વિજયકુમાર ચૌવન વયના થાય છે. એકવાર અશ્વક્રીડા કરવા જતાં ઉદ્યાનમાં જયકુમારે સનતકુમાર નામના આચાર્યને જોયા. પોતાના પૂર્વ ભવના ધર્મના સંસ્કાર અને આચાર્ય મહારાજના ભવોની કથા સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. દીક્ષા અંગીકાર કરે છે. પૂર્વનું વેર ઉત્પન્ન થતા વિજયકુમારને મુનિ(જયકુમાર) ઉપર દ્વેષ આવે છે. તેને મારી નાંખવાનો સંકલ્પ કરે છે. મુનિને મારી નાંખવા વિશ્વાસુ પુરુષોને મોકલે છે. આ પુરુષોને વિચાર આવે છે કે મુનિને કારણ વગર શા માટે મારવા? આથી માર્યા વગર જ ‘મારી નાખ્યા' એમ વિજયરાજાને નિવેદન કર્યું. આ બાજુ જયકુમારમુનિ કાંકદી નગરીમાં સ્વજન લોકોને પ્રતિબોધ કરવા આવે છે. વિજયકુમાર મુનિને જોઇને તેને મારવા માટે મોકલેલ પુરુષો ઉપર ગુસ્સો કરે છે. એ પુરુષો વાત ફેરવીને કહે છે કે અમે બરાબર ઓળખી ન શક્યા માટે અમે કોઇ બીજા સાધુને મારી નાંખ્યા હશે. જય અનગાર તો ઉપદેશ આપે છે. દાન ધર્મ અને જીવો પ્રત્યે મૈત્રી કરવાનું કહે છે. વિજય રાજા એને મારી નાંખવાનો વિચાર કરે છે. રાત્રિ પડતા ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા જયઅનગારનું મસ્તક તલવારથી કાપી નાંખે છે. જય અનગાર આયુષ્ય પૂર્ણ થતાં આનત નામના દેવલોક વિષે અઢાર સાગરોપમની સ્થિતિવાળા શ્રીપ્રભ નામના વિમાનમાં વૈમાનિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે વિજયરાજા પોતે કરેલા કૃત્યથી પાપના ઉદયથી મહાવ્યાધિની વેદનાવાળો થઇ આયુષ્ય પૂર્ણ કરી દુ:ખ ભર્યા મૃત્યુથી મરી પંકપ્રભા નામની નારકીમાં દશ સાગરોપમની સ્થિતિવાળો મહાઘોર નારકી થયો. છઠ્ઠો ભવઃ- ધરણ-લક્ષ્મી(પતિ-પત્ની) રૂપે. અર્હદત્તની આત્મકથાનું વર્ણન પણ આવે છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં માકંદી નગરમાં કાળમેઘ રાજા રાજ્ય કરે છે. તેને હારપ્રભા નામની રાણી છે. આ રાણીથી તેને ધરણ નામના પુત્રનો જન્મ થાય છે. જે જયઅનગારનો જીવ છે. વિજયકુમારનો જીવ નારકીમાંથી નીકળી આ જ નગરીમાં કાર્તિકશેઠની જયા ભાર્યાની કુક્ષીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થયો. જન્મ્યા પછી તેનું નામ લક્ષ્મી પાડ્યું. ભવિતવ્યતાના યોગથી અનુક્રમે ચૌવન પામતા ધરણ અને લક્ષ્મીના લગ્ન થાય છે. ધરણને લક્ષ્મી પ્રત્યે પ્રીતિ હતી પણ લક્ષ્મીને ધરણ પ્રત્યે અંતઃકરણથી 161
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy