SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી જાલિનીને સિંહકુમારનો જીવ ગર્ભરૂપે આવે છે. પૂર્વના સંસ્કારને કારણે માતા જાલિની પુત્રને મારવાની કોશિશ કરે છે પણ ગર્ભ પડતો નથી. રાજાને આ વાતની ખબર પડતાં તે જાગૃત થાય છે અને જાગૃત થઇ પુત્ર જન્મ કરાવે છે. ગુપ્ત રીતે પુત્રને મોટો કરાય છે. જાલિનીને ખબર પડી જાય છે તેથી તે રાજાને કહે છે કે કાં તે અથવા હું બંનેમાંથી એકનો ત્યાગ કરો. આ વાતની ખબર પુત્રને પડતા તેને વૈરાગ્ય આવે છે અને ગૃહત્યાગ કરે છે. માતા મુનિને ચલિત કરવા ભેટ સોગાદો મોકલે છે. છેવટે કાવતરું કરી મુનિને વ્હોરવા બોલાવે છે અને ઝેરવાળો લાડુ આપી મારી નાખે છે. સિંહકુમારનો જીવ મરીને બ્રહ્મદેવલોકમાં જન્મે છે. અને જાલિની મરીને શર્કરાપ્રભા નારકીમાં ઉત્પન્ન થાય છે. ચોથો ભવઃ- ધન અને ધનશ્રી (પતિ-પત્ની) રૂપે. યશોધર ચરિત્ર તેમજ માંસ ભક્ષણના દોષોનું વર્ણન પણ છે. ૩૮ સુશર્મ નામનું નગર છે જ્યાં સુધન્વા રાજા છે. વૈશ્રમણ નામનો સાર્થવાહ છે જેને શ્રીદેવી નામની ભાર્યા છે. સાર્થવાહને પુત્ર ન હોવાથી તે ધન ચક્ષની માનતા રાખે છે. સમય જતા માનતા ફળે છે અને પુત્ર જન્મ થાય છે. જેનું નામ ધન રાખવામાં આવે છે. જે શિખિકુમારનો જીવ છે. આ બાજુ જાલિનીનો જીવ નારકમાંથી નીકળી સંસારમાં કેટલોક સમય રખડી પૂર્ણભદ્ર સાર્થવાહ અને ગોમતી નામની ભાર્યાની કુક્ષીમાં પુત્રીપણે ઉત્પન્ન થાય છે. તેનું નામ ધનશ્રી રાખ્યું. અનુક્રમે ચુવાન થતાં એકવાર ધનકુમારની નજર ધનશ્રી પર પડે છે. (અષ્ટમી ચંદ્રના મહોત્સવમાં ) આ ભાવ સોમદેવ પુરોહિતના ધ્યાનમાં આવે છે અને ધનકુમાર માટે ધનશ્રીની માંગણી કરવાનું તે વૈશ્રમણ સાર્થવાહને કહે છે. ધન અને ધનશ્રીના લગ્ન થાય છે. પરંતુ ધનશ્રીનું મન તો ઘરે જન્મેલા નંદક નામના નોકર સાથે મૈત્રી સંબંધ બંધાયો. નંદક એ પૂર્વના ભવમાં અગ્નિશર્મા તાપસનો જીગર જાન મિત્ર હતો. ધનકુમાર ધન ઉપાર્જન કરવા પરદેશ ગમન કરે છે સાથે નંદક મિત્ર અને પત્ની ધનશ્રી પણ હોય છે. અહીં પરદેશ ગમન કરતા મહેશ્વરદત્ત નામના જુગારી ધનકુમારના શરણે આવે છે. ધનકુમાર તેને બચાવે છે. આ જુગારી યોગીશ્વર નામના કાપાલિક પાસે કાપાલિક વ્રત લે છે. ધનશ્રી પૂર્વના વૈરને કારણે ધનકુમાર ઉપર કાર્પણ પ્રયોગ કરે છે. તેનાથી ધનકુમારને મોટો વ્યાધિ ઉત્પન્ન થાય છે. આથી ધનકુમાર ધંધાની બધી જિમ્મેદારી નંદકને સોંપે છે. ધનશ્રી ધનકુમારના મરવાની રાહ જુએ છે. પણ નંદક તેને સાથ નથી આપતો. એક દિવસ મોકો જોઇને ધનકુમાર શૌચ માટે રાત્રે ઉઠે છે ત્યારે ધનશ્રી તેને સમુદ્રમાં ધક્કો મારે છે. ધક્કો મારી મોટે મોટેથી 159
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy