SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે બે ભાગમાં (ભવ ૧ થી ૬ અને ભવ ૭ થી ૯ સુધી) અમદાવાદના પોતાના શારદા મુદ્રણાલયમાં પોથી પ્રતના આકારમાં વિક્રમ સંવત ૧૯૯૪-૯૮માં પ્રકાશિત કરેલ છે. આ ગુજરાતી અનુવાદમાં મુખ્યતાએ આ આવૃત્તિનો ઉપયોગ કર્યો છે. પ્રો.મધુસૂદન મોદીએ તથા બીજા કેટલાક વિદ્વાનોએ આ કથા ગ્રંથના ૧,૨ તથા ૬ઠ્ઠા ભવવાળા ભાગને અર્ધમાગધી ભાષાના પાઠ્ય પુસ્તક તરીકે સંપાદિત કરેલ છે. પ્રા.સફળંહાને સંસ્કૃતમાં સંક્ષેપમાં રચવાનું કાર્ય વિક્રમની ૧૪મી સદીમાં વિ.સં.૧૩ર૪માં દેવાનંદસૂરિના આજ્ઞાંકિત કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નાચાર્યો બજાવ્યું હતું, જે “સમદ્વિત્યસંક્ષેપ' નામે ઇ.સ.૧૯૦૬માં મુંબઈના જૈન જ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રકાશિત થએલ છે. તેનું સંપાદન પણ જર્મનીના સુપ્રસિધ્ધ વિદ્વાન ડૉ.હર્મન યાકોબીએ કર્યું હતું. આ સમરાદિત્યકથાને ગુજરાતી ભાષામાં નવ ખંડોમાં જુદી જુદી ઢાળોમાં રાસના રૂપમાં રચવાનું કાર્ય વિક્રમની ૧લ્મી સદીમાં વિ.સં.૧૮૩૯ થી ૧૮૪રમાં તપાગચ્છમાં થયેલા પં.ઉત્તમવિજયગણિના શિષ્ય કવિ પદ્યવિજયજીએ કર્યું છે, જે સમરાદિત્ય કેવલીના રાસ” તરીકે શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ તરફથી સંવત ૧૯૭૦માં પ્રસિધ્ધ થયેલ છે. સચિત્ર નવલકથાના રૂપમાં સમરાદિત્યની કથા શાહ શિવજી દેવસીના પ્રયત્ન પછી શાહ મેઘજી હરજી બુકસેલર દ્વારા બીજી આવૃત્તિરૂપે પ્રકાશિત છે. આ ગ્રંથમાં ચોથા ભાવમાં આવતું યશોધર-ચરિત્ર બહુ વિચારવા જેવું છે. જેમાં વિખ-શાંતિ માટે દેવી આગળ કલ્પિત લોટના કૂકડાની હિંસા પણ ભયંકર દુઃખદાયક વિપાકવાળી થાય છે. એને અનુસરી બીજા કવિઓએ પ્રાકૃત-સંસ્કૃત-અપભ્રંશ ભાષામાં યશોધર-ચરિત્રો રચેલાં જણાય છે. આમાં સાતમા ભવમાં અવાંતર વર્ણવેલ બીજાને આળ આપવાથી દુઃખ દાયક વિપાકવાળું ગુણશ્રીનું ચરિત્ર, અન્ય સિંધી જૈન ગ્રંથમાલા (ર૪)માં પ્રકાશિત કવિ ધાહિલના અપભ્રંશ કાવ્ય “પઉમસિરી ચરિઉ” સાથે સરખાવી શકાય. પ્રાચીન કવિઓની રચનાનો આધાર લઈ અર્વાચીન કવિઓ પોતાની શક્તિ અને શૈલી પ્રમાણે સમાજ-હિત માટે સંક્ષેપ-વિસ્તારથી રસિક બોધદાયક રચના ભિન્ન ભિન્ન ભાષામાં કરતા હોય છે. સમાજે તેનો યથાયોગ્ય લાભ લેવો જોઈએ. નવ ભવની વાર્તા એક ક્ષિતિ પ્રતિષ્ઠત નગર છે. જેમાં પૂર્ણચંદ્રરાજા રાજ્ય કરે છે. તેને કુમુદિની 156
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy