SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કથાને વર્ણવી છે. ૧૯-૨૦ લભંકો નષ્ટ થઈ ગયા છે. તે પછી કેતુમતી લંભકમાં શાંતિ, કુંથુ, અર તીર્થકરોનાં ચરિતો તથા ત્રિપુષ્ઠ વગેરે નારાયણો અને પ્રતિનારાયણોના ચરિતો પણ આલેખાયા છે. પદ્માવતી લંભકમાં હરિવંશકુલની ઉત્પતિ દર્શાવી છે. દેવકી લંભકમાં કંસના પૂર્વભવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આમ વસુદેવહિડીમાં અનેક આખ્યાનો, ચરિતો, અર્ધઐતિહાસિક વૃત્તો આવે છે. તે બધાંને ઉત્તરકાલીન પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કવિઓએ પલ્લવિત કરી અનેક કાવ્યોનું સર્જન કર્યું છે. આ ગ્રંથ હરિભદ્રની સમરાઈચ કહાનો પણ સ્રોત છે. કર્તા અને રચનાકાળ :- આ કૃતિના બે ખંડોના બે ભિન્ન કર્તા છે. પહેલા ખંડના કર્તા સંઘદાસગણિ વાચક અને બીજા ખંડના કર્તા ધર્મદાસગણિ છે. તેમનાં જીવન વૃત્ત અંગે કંઈ માહિતી મળતી નથી. આ કથા આગામેતર સાહિત્યમાં પ્રાચીનતમ ગણાય છે. આ કૃતિનો રચનાકાળ લગભગ પાંચમી શતાબ્દી હોવો જોઈએ. જર્મન વિદ્વાન આસ્ડોર્ફ વસુદેવહિંડીની તુલના ગુણાઢ્યની પૈશાચી ભાષામાં રચાયેલી બૃહત્કથા સાથે કરે છે. આ કૃતિને તે બૃહત્કથાનું રૂપાંતરણ માને છે. ગુણાઢ્યની રચનાની જેમ આમાં પણ શૃંગારકથાની પ્રધાનતા છે પરંતુ અંતર એ છે કે જેનકથા હોવાથી આમાં વચ્ચે વચ્ચે ધર્મોપદેશ વિખરાયેલો પડ્યો છે. વસુદેવહિડીમાં એક બાજુ સદાચારી શ્રમણ, સાર્થવાહ અને વ્યવહાર પર વ્યકિતઓના ચરિતો આલેખાયાં છે. તો બીજી બાજુ કપટી, તપસ્વી, બ્રાહ્મણ, કુટની, વ્યાભિચારિણી સ્ત્રીઓ અને હદયહીન વેશ્યાઓના ચરિતો આલેખાયાં છે. કથાનકોની શૈલી સરસ અને સરળ છે. વસુદેવહિંડી સારઃ- ર૮ હજાર શ્લોક પ્રમાણ વિશાળ કથાગ્રંથ વસુદેવહિંડીનો સાર સંક્ષેપ છે. તેના કર્તા વિશે હજી નિશ્ચય થઇ શક્યો નથી, આ ગ્રંથના સંપાદક પં.વીરચંદ્રના અનુસાર આ કૃતિ ત્રણસો કે ચારસો વર્ષોથી વધુ પ્રાચીન નથી. વસુદેવહિડીનું ભાષાકીય મહત્વ* - માત્ર પ્રથમ ખંડની જ વાત કરીએ તો પણ કેવળ ભાષાની દૃષ્ટિએ જોતાં વસુદેવ-હિડી એ જૈન સાહિત્યનો એક વિરલ ગ્રંથ છે. ગદ્યમાં રચાયેલ હોવાને કારણે તો ભાષાવિષયક અન્વેષણની દૃષ્ટિએ તેનું સવિશેષ મહત્વ છે. સામાન્ય રીતે “વસુદેવ-હિંડી”ની ભાષા સરલ, રૂઢ અને ઘરગથ્થુ છે. પ્રાકૃત જ્યારે જન સમાજમાં બોલાતી ભાષા હશે ત્યારે એ લખાયેલ હોવાથી કેવળ સાહિત્યિક ધોરણે પ્રાકૃતમાં રચાયેલા પછીના કાળના ગ્રંથોની તુલનાએ “વસુદેવ-હિંડીમાં ભાષાની સ્વભાવ સિધ્ધ નૈસર્ગિકતા માલુમ પડે છે. “વસુદેવ-હિડી”ની ભાષા એકંદરે જોતાં સરલ અને પ્રાસાદિક છે. તેની ભાષા એ આર્ષ પ્રાકૃત છે, અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો ચૂર્ણિ આદિમાં મળે તેવી 150
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy