SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમની પમી સદી વસુદેવ હિડી જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં “હિંડી” પ્રકારની માહિતી નીચે પ્રમાણે છે. હિંડી-હેડવું, ભ્રમણ કરવું, ફરવુ એવો અર્થ છે. જીવાત્મા કર્માધીન સ્થિતિમાં ભ્રમણ કરે છે. હીંડી એટલે આત્માના ભ્રમણની કથા.* જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ વસુદેવહિડી સુપ્રસિધ્ધ છે. વસુદેવહિડી - આનો અર્થ વસુદેવની યાત્રાઓ છે. વસુદેવહિડીમાં વસુદેવ ઘર છોડી દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે એની કથાઓ આપી છે. પોતાની યાત્રાઓમાં વસુદેવ કેવા કેવા લોકોને મળવાનો અવસર પામે છે, તેને કેવા કેવા અનુભવ થાય છે એ બધું વસુદેવહિંડીમાં વર્ણિત છે. આખી કૃતિ સો લંભકોમાં પૂરી થાય છે અને તે બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ર૯ લંભકો છે. તેનું પરિમાણ ૧૧ હજાર શ્લોક પ્રમાણ છે. આ ખંડના કર્તા સંઘદાસગણિ વાચક છે. બીજા ખંડમાં ૭૧ લંભકો છે, તેનું પરિમાણ ૧૭ હજાર શ્લોક પ્રમાણ છે અને તેના કર્તા ધર્મદાસગણિ છે. સંઘદાસગણિની ર૯ લંભકોવાળી કૃતિ સ્વતંત્ર અને સ્વયંપૂર્ણ હતી પણ પછીથી ધર્મદાસગણિએ પોતાની કૃતિનું સર્જન કરી સંઘદાસગણિની કૃતિના મધ્યમ અંશ સાથે જોડી હતી. કથાનું વિભાજન છે પ્રકરણોમાં કરવામાં આવ્યું છે. કથોત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર, ઉપસંહાર. પ્રથમ કથોત્પત્તિમાં જંબુસ્વામીચરિત, કુબેરદત્તચરિત, મહેશ્વરદત્ત આખ્યાન, વલ્કલચીરિ, પ્રસન્નચંદ્ર આખ્યાન, બ્રાહ્મણદારકકથા, અણાઢિય દેવોત્પતિ વગેરેનું આલેખન કરી અંતે વસુદેવચરિત્રની ઉત્પત્તિ દર્શાવી છે. પ્રથમ પ્રકરણ પછી ૫૦ પૃષ્ઠોનું એક મહત્વપૂર્ણ પ્રકરણ ધમ્મિલહિંડી નામનું આવે છે. તેમાં ધમ્મિલ નામના કોઈ સાર્થવાહપુત્રની કથા આપવામાં આવી છે. ધમિલ દેશદેશાન્તરમાં ભ્રમણ કરી ૩ર કન્યાઓ સાથે લગ્ન કરે છે. આ પ્રકરણનું વાતાવરણ સાર્થવાહોની દુનિયાથી વ્યાપ્ત છે. આ પ્રકરણમાં શીલવતી, ધનશ્રી, વિમલસેના, ગ્રામીણગાડાવાળો, વસુદત્તા આખ્યાન, રિપુદમન નરપતિ આખ્યાન તથા કુતબ કાગડો વગેરે સુંદર લોકિક આખ્યાનો અને કથાઓ મળે છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ જાણવા માટે ધમિલહિંડી પ્રકરણ બહુ જ મહત્વનું છે. - ઉક્ત પ્રકરણ પછી બીજા પ્રકરણની પીઠિકા આવે છે. તેમાં પ્રદ્યુમ્ન અને શાંબકુમારની કથા, બલરામ-કૃષ્ણની પટરાણીઓનો પરિચય, પ્રદ્યુમ્નકુમારનો જન્મ 148
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy