SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કર્યું છે. તેવા અમારા માર્ગદર્શક ડૉ. કલાબેન શાહ, જેઓ ૭૫ વર્ષની ઉમરે પણ મજબૂત રીતે જરાય પરિશ્રમ કે ઉમરનું કારણ ન આપતા ખંત, ધગશપૂર્વક કાર્ય કરાવ્યું છે, તેમનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. તથા તેમના ભાઈ સ્વ.અતુલભાઇના ઋણી છીએ. અમને અમારા ભણવાના કાર્યમાં અનુકૂળતા કરી આપનાર ભવાનજીભાઈ નાગડા તથા કિશોરભાઈ ગડાનો આભાર માનું છું. હંમેશા પુસ્તકો આપનાર ગમે ત્યાં પહોંચાડીને હંમેશા સહાયક બનનાર રાજુભાઈ લાયબ્રેરીયન ધન્યવાદને પાત્ર છે. સંશોધનનું કાર્ય ખૂબ ધીરજ માંગી લે તેવું છે. આ સમયમાં અમને આગળ વધવામાં સહાયક, કોઈપણ કાર્ય અટકી પડે તો ખડે પગે ઊભા રહેનાર પલકબેન ઝવેરી, રેશમાબેન તથા રોહિતભાઈ ચોકસી, હેમાબેન વિજયભાઈ ઝવેરી, અમુલભાઇ શાહ, શૈલેષભાઈ ઝવેરી, મનસુખભાઈ કેનીયા, આદિ પરિવારનો ખૂબ સાથ સહકાર રહ્યો છે, તેમનો આભાર માનું છું. મહર્ષિ દયાનંદ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ અને કોમર્સ, પ્રિન્સિપાલ શ્રીમતી તંગમ્ ધૂલે તથા ઓફીસના સર્વ કાર્યકરોનો આભાર માનું છું. તે ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. ઉર્વશીબેન પંડ્યાનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે કરેલ સહાય બદલ હાર્દિક આભાર માનું છું. આ સંશોધન નિબંધનું કાર્ય કોમ્યુટર ટાઇપીંગ તથા સંપૂર્ણ કાર્ય કરવામાં સહાયક છાયાબેન તથા ભાવેશભાઈ અજમેરા (અમરેલીવાળા) હાલ ઘાટકોપર તથા પ્રકાશનાહ સેટિંગ કરી સુંદર પ્રિન્ટીંગ કરી આપનાર શ્રી હિતેશભાઈ દસાડીયા નો આભાર માનું છું. જેન વિજ્ઞાની પ.પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ) એ આ મહાનિબંધ પ્રકાશિત કરાવવાનો સંપૂર્ણ લાભ લીધો છે. તેમનો અને આ ગ્રંથનું ભાષાકીય દૃષ્ટિએ સંપાદન કાર્ય પણ તેઓએ સારા એવા સમયનો ભોગ આપી કરી આપ્યું છે. એ માટે અમો તેમના ઋણી છીએ. આવરણ ચિત્રના સૌજન્ય માટે શ્રી દેવચંદ્ર ચોવીસી ના સંપાદકપ્રકાશક શ્રી પ્રેમલભાઈ કાપડીયાના અમો સૌ ઋણી છીએ. આ ઉપરાંત જે કોઇ વ્યકિત એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરી હોય તે સર્વેનો આભાર માનું છું. જિનાજ્ઞા વિરૂધ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ. - સા.વૃષ્ટિયશાશ્રીજી
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy