SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિશ્વરજી મ.સા. રામાયણ વિશે કહે છે કે, વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણમાં જે વાતો આપણને વાંચવા નથી મળતી તેવી અનેક સત્ય અને વાસ્તવિક વાતો ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ગ્રંથમાં વાંચવા મળે છે. રાવણના જન્મથી માંડીને ચૌવનકાળ પર્યંતની અનેક અજાણી વાતો, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ હનુમાનમાતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર. આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જૈન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે. આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશગ્રંથો કે ફિલોસોફીના ગ્રંથો કથા ગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. વૃધ્ધ, યુવાન કે બાલ સહુને કથાઓ વાંચવી ગમે છે. જેવી કથા તેવો ભાવ વાચકના મનમાં પ્રગટે છે. રામાયણની કથા એવી મહાકથા છે કે તે વાંચનારા મનુષ્ય પર સુંદર પ્રભાવ પાડે છે. ૧૮૫ રામાયણને આધારે સતી સીતાઃ કથાવસ્તુઃ- મિથિલા નામની નગરીમાં જનકરાજા રાજ્ય કરતો હતો. તેને વિદેહા નામની રાણી હતી. તેને ઘણા સમય પછી ગર્ભ રહ્યો. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે બે બાળકોને જન્મ આપ્યો. પૂર્વભવના કોઇ એક વૈરી દેવ રાણીની સમીપમાં રહેલ બાળપુત્રનું હરણ કર્યું. તેને લઇ જઇને વૈતાઢ્ય પર્વત ઉપર વસેલા ચંદ્રગતિ નામના વિદ્યાધરના બગીચામાં કુમારને મૂક્યો. ચંદ્રગતિરાજાને પુત્ર ન હોવાથી તેણે આ બાળકુમારને પોતાની પાસે રાખ્યો અને તેનું નામ ભામંડળ રાખ્યુ. આ બાજુ પુત્ર ગુમ થવાથી રાજા-રાણીના શોકનો પાર ન રહ્યો. ચો તરફ શોધખોળ કરી છતાં પુત્ર ન મળવાથી ભાગ્યનો દોષ માની પુત્રી-સુખમાં જ આનંદ માની સમય વીતાવવા લાગ્યા. આ પુત્રીનું નામ સીતા. થોડા સમયમાં સીતા બાલ્યાવસ્થા વીતાવી કૌમાર્ચવસ્થાને પામી. એટલે તેને વિદ્યાચાર્ય પાસે ધાર્મિક, નૈતિક, વ્યવહારિક ઇત્યાદિ સર્વ પ્રકારની કેળવણી આપવામાં આવી. સીતા સુંદરતામાં શ્રેષ્ઠ હતી એટલું જ નહિ પણ ગુણમાં પણ તે સર્વોતમ હતી. હવે જનકરાજાને તેના લગ્નની ફીકર રહેવા લાગી. તેવામાં એકવાર બબર દેશના મલેચ્છ રાજાઓ જનકના રાજ્ય પર ચડી આવ્યા. ત્યારે જનક રાજાએ મિત્ર દશરથની સહાય માંગી. દશરથ રાજાના પુત્ર શ્રીરામચંદ્રજીને આ વાતની ખબર પડી એટલે લશ્કર લઇ મિથિલા જવા રામ-લક્ષ્મણ તૈયાર થયા. પોતાના અદ્ભુત બળે રામચંદ્રજીએ મલેચ્છોનો પરાજય કરી તેમને નસાડી મૂક્યા. રામચંદ્રજીના ગુણ, રૂપ, બુધ્ધિ જોઇ જનક રાજાએ સીતાજીના વિવાહ તેમની સાથે જ કરવાનો નિશ્ચય કર્યો. સીતાજીએ પણ રામચંદ્રજીને સર્વગુણ સંપન્નધારી તેમનુ હૃદય શ્રીરામને ચરણે સોંપ્યું. 142
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy