SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રિએ છિદ્રની નીચે એક થાળીમાં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્ય કહ્યું-બહેન! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરીલો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતા પૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણી એ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્ય છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું. જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઇ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઇચ્છા પૂર્ણ થવાથી તે શીધ્ર સ્વસ્થ બની ગઈ. અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન થયો હતો. તેથી તેનું નામ “ચંદ્રગુપ્ત રાખ્યું. ચંદ્રગુપ્ત જ્યારે જુવાન થયો ત્યારે પોતાની માતાને ચંદ્રપાન કરાવનાર ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. આ પ્રમાણે ચારે બુધ્ધિ ઓત્પાતિકી, વૈનચિકી, કર્મના અને પારિણામિકીના દષ્ટાંતો વર્ણવ્યા છે. પહેમચરિયું વીર સિધ્ધિ પામ્યા પછી પાંચસો ને ત્રીસ વર્ષ વીત્યા પછી આ ચરિત રચાયું હતું. આ ચરિત ૧૦ હજાર શ્લોક પ્રમાણ અને ૧૧૮ ઉદેશ-પર્વમાં વિભક્ત કરેલ છે. પઉમચરિયું ગ્રંથ વિશે વિદ્વાન પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી કહે છે કે, આચાર્ય શ્રી વિમલસૂરિએ જણાવ્યા મુજબ પ્રથમ વીર જિને પછી ગૌતમસ્વામીએ મગધ દેશના મહારાજા શ્રેણિક આગળ આ રામચરિતને પ્રકાશિત કર્યું હતું. લોક પ્રચલિત રામાયણની ઘણી માન્યતાઓ યથા યોગ્ય નથી. તેનું વાસ્તવિક સ્વરૂપ જુદા પ્રકારે જણાવ્યું હતું.' આગામોધ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરીજી પઉમચરિયું વિશે કહે છે કે, “ઈતર મતના રચાયેલા રામાયણોમાં આવતા વિસંવાદી, અસંગત અને સંદેહોત્પાદક વૃત્તાન્તોના યથાર્થ અવિસંવાદી અને નિઃસંદેહ સ્વરૂપને જણાવવા પૂર્વક આ પ્રાકૃત પદ્યમય અલંકારિક વિવિધ વર્ણનો અને વૃત્તાન્તોથી યુક્ત ચરિત્રની રચના કરેલી છે. સહુથી પ્રથમ ચરિત્ર અને ચરિત્રકાર થયા હોય તો આ ચરિત્ર અને ચરિત્રકાર છે. ચરિત્રકારે રોચક શૈલીથી ૧૧૮ વિવિધ ઉદ્દેશા, પર્વો અને અધિકારોમાં કુલકરો, ઋષભદેવ, સગર, મન્દોદરી, ભુવનાલંકાર હાથી, 133
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy